- લક્ષ્મીપુરા પોલીસે બાતમીને આધારે માર્યો છાપો
- પોલીસને જોતા જ નશેબાજોનો ઉતર્યો નશો
- પોલીસે 5 ખાનદાની નબીરાઓની કરી ધરપકડ
વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ચાલતી દારૂની મહેફિલ દરમ્યાન લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી 5 ખાનદાની નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે દારૂની બોટલ, ઠંડા પીણા, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. અનેકવાર દારૂબંધીને લઇ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. છતા બૂટલેગરો પોલીસના નાક નીચેથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાના પ્રયાસમાં લાખોનો દારૂ ઝડપાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં વડોદરાના લક્ષ્મીપુરામાં દારૂની મહેફિલ માણતા ખાનદાની નબીરાઓ ઝડપાયા છે.
લક્ષ્મીપુરા પોલીસે બાતમીને આધારે સામીપ્ય ડુપ્લેક્સ બી 23 નંબરમાં પોલીસે છાપો માર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા 5 ખાનદાની નબીરાઓની ધરપકડ કરી છે. પોલીસને જોતા જ નશેબાજોનો નશો ઉતર્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


