- ડભોઇ ભિલાપુર નજીક કેનાલમાંથી મળ્યો મૃતદેહ
- બાળકનો મૃતદેહ કેનાલમાં તણાઇને આવ્યાનું અનુમાન
- નવજાતના મૃતદેહને લઇ પોલીસે તપાસ હાથ ધરી
વડોદરાના ડભોઇ નજીકથી પસાર થતી કુંઢેલા શાખા નહેરમાં આજે અચાનક એક નવજાત શિશુનો મૃતદેહ તણાતો જોવા મળ્યો હતો. પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ડભોઇ તાલુકાના ભીલાપુર નજીક પસાર થતી કુંઢેલા શાખા નહેરમાં એક રાહદારીને નર્મદા કેનાલમાં નવજાત શિશુનો મૃતદેહ તણાતો જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના બાબતે ડભોઇ આઉટ પોસ્ટ ભીલાપૂર્ પોલીસ ચોકી જાણ કરતા પોલીસ જવાનો દ્વારા મૃતદેહને કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
અનુમાન મુજબ, નિર્દય માતા પિતા દ્વારા બાળકને ત્યાજી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આં બાળક ક્યા કેનાલમાં આવ્યું તેને ત્યજી દેવાનું કારણ શું તે અંગે ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મળેલ શિશુના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


