- એક જ દિવસે શહેરમાં કોર્પોરેટર સહિત 4 લોકોના અછોડા તોડ્યા હતા
- વડોદરામાં ભાજપ કોર્પોરેટર ડો. રાજેશ શાહનો અછોડો તૂટવાનો મામલો
- પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલ્યો
વડોદરા શહેરમાં ગત રોજ વહેલી સવારે બનેલી ચેઈન સ્નેચિંગની ઘટનામાં પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. ભાજપના કોર્પોરેટર સહિત ચાર લોકોના અછોડા તૂટવાના કેસને લઈ વડોદરા ક્રાઈમ બ્રાંચની ચાર ટીમોએ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જો કે પોલીસની સઘન તપાસ અને શહેરમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓ સુધી પોલીસ પહોચી શકી હતી અને આખો કેસ ઉકેલાઈ ગયો હતો.
વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમે કબીરસિંગ ઝુબીદારસિંગ, શેની સિંગને ઝડપી પાડયો હતો. આ ઉપરાંત પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલ્યો હતો. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ગુનામાં પણ બંને આરોપીઓની સંડોવણી સામે આવી આરોપીઓ પાસેથી તલવાર, પેચકસ, સળિયા, દંડો સહિત 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસને પૂછપરછમાં એવી માહિતી સામે આી હતી કે, આરોપીઓ નંબર પ્લેટ વગરની ટુ વ્હીલર પર નીકળી ચેઇન સ્નેચિંગ કરતા હતા. તેમજ
કમાટીબાગ, EME કમ્પાઉન્ડ, બાલ ભવન, રાવપુરા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી કબીરસિંગ ઝુબીદારસિંગ સામે અગાઉ 16 ગુના અને શેની સિંગ સામે 10 ગુના નોંધાયા હોવાનો ચકચારી ખુલાસો થયો હતો.


