શહેરમાં 80 વર્ષના વૃદ્ધને 840 ટકાની નફો કમાવી આપવાની લોભામણી સ્કીમમાં રોકાણના બહાને સાઈબર ગુનેગારોએ રૂા.1.11 કરોડ પડાવ્યાં હતાં. આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ અગાઉ ગુનો નોંધાયો હતો.
ગોત્રીના વૃદ્ધને સાઈબર ગુનેગારોએ પૂર્વાયોજીત કાવતરૂ રચી એક લિન્ક મોકલી હતી. ગઠીયાઓએ વૃદ્ધને H+HNW, SCHNW+ અને Conifer IN લખાણ ધરાવતી ખોટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવડાવી હતી. આ ઉપરાંત એપમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. ત્યારબાદ ગઠીયાઓએ વૃદ્ધને વિવિધ વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યાં હતાં. તેમજ છેતરવા માટે SEBI દ્વારા મંજુરી હોવાનો દર્શાવતા ખોટા અને બનાવટી દસ્તાવેજો તથા સર્ટિફ્કિેટો મોકલ્યા હતાં. ગઠીયાઓ ખોટી ઓળખ આપીને રોકાણની રકમ પર 850 ટકા નફો આપવાનો વાયદો કર્યો હતો. વૃદ્ધને વિશ્વાસમાં લઈને ભેજાબાજોએ અલગ-અલગ ખાતામાં ઓનલાઇન તબક્કાવાર રૂા.1.20 કરોડ ટ્રાન્સફર કરાયા હતાં. જે રકમમાંથી ભેજાબાજ ટોકળીએ રૂા.9 લાખ વૃદ્ધના ખાતામાં જમા પણ કરાવ્યાં હતાં. સાઈબર ગુનેગારોએ વૃદ્ધ પાસેથી બાકીના રૂા.1.11 કરોડ પડાવી લીધાં હતાં. ત્રણ દિવસ અગાઉ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે ફરિયાદ સાઈબર ક્રાઈમની ટીમે સંવદેનશીલમાં ખપાવી હતી.


