- કોટના બીચ પર નાહવા પડેલા 2 યુવકો ડૂબ્યા
- ફાયર અને 108ની ટીમ પહોંચી સ્થળ પર
- બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા
દાંડી દરિયામાં 6 લોકો ડૂબ્યા બાદ હવે વડોદરાના કોટના બીચ પર ન્હાવા પડેલા 2 યુવકો ડૂબી જતા મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. બિચ પર ન્હાવા જતા લોકોના અવાર-નવાર મોત થવાની ઘટના બને છે છતા તંત્ર સ્થાનિકોને સાવચેત કરવામાં નિષ્ફળ જણાતી હોય તેવું લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, એક બાજુ કાળજાળ ગરમી વધતા લોકો બિચ હોય કે વોટર પાર્ક ન્હાવા માટે જતા હોય છે. અવાર-નવાર લોકોના ડૂબી જવાના અનેક કેસો સામે આવતા હોય છે. આજે રવિવારની રજા હોવાથી વડોદરાના કોટના બીચ પર ન્હાવા પડેલા 2 યુવકો ડૂબી જતા મોત નીપજ્યા છે. સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરાતા ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારીના દાંડી દરિયામાં 6 લોકો ડૂબ્યા છે. જેમાં ખડાસુપા ગામના યુવકો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. 3 લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે. તેમજ 4 લોકોની શોધખોળ યથાવત છે. તેમાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી છે.


