- જાંબુઆ બાયપાસ ખાતે રહેતા 63 વર્ષીય શાંતાબેન મકવાણાનું બેભાન થયા બાદ મોત
- અટલાદરાના 35 વર્ષીય નવીન વસાવાનું તાવ અને ખેંચ આવ્યા બાદ મોત થયુ
- છાણી ખાતે રહેતા 47 વર્ષીય પીટર સેમ્યુઅલનું બેભાન થયા બાદ મૃત્યુ થયુ
વડોદરામાં ભારે ગરમીને કારણે વધુ 4 લોકોના મોત થયા છે. તેમાં જાંબુઆ બાયપાસ ખાતે રહેતા 63 વર્ષીય શાંતાબેન મકવાણાનું બેભાન થયા બાદ મોત થયુ છે. તથા અટલાદરાના 35 વર્ષીય નવીન વસાવાનું તાવ અને ખેંચ આવ્યા બાદ મોત થયુ છે. તેમજ છાણી ખાતે રહેતા 47 વર્ષીય પીટર સેમ્યુઅલનું બેભાન થયા બાદ મોત થયુ છે. તથા મકરપુરા જીઆઇડીસીમાં કામ કરતા 46 વર્ષીય રમેશ તડવીનું ચક્કર આવ્યા બાદ મોત થયુ છે.
છેલ્લા 6 દિવસમાં 23 લોકોના હીટવેવથી મોત થયા
છેલ્લા 6 દિવસમાં 23 લોકોના હીટવેવથી મોત થયા છે. શહેરમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે, અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના હીટ સ્ટ્રોક વોર્ડમાં પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, ગુરુવારે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફત પાંચ દર્દીઓને સિવિલ ખાતે લવાયા હતા. આ સિઝનમાં પહેલી વાર દર્દીઓને દાખલ કરવા પડયા છે. અગાઉ પણ દર્દીઓ સારવાર માટે આવ્યા છે પરંતુ ઓપીડી બેઝ ઉપર જરૂરી સારવાર આપવામાં આવી હતી. ભારે ગરમીના કારણે લૂની અસર થતાં હાલ પાંચ દર્દી હીટ સ્ટ્રોક વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. ગરમીના કારણે ચક્કર ખાઈને પડી જવા તેમજ ભારે તાવના કેસનું પ્રમાણ વધી રહ્યું છે.
એક સપ્તાહમાં 108ને હીટ રીલેટેડ બિમારીના કુલ 208 કોલ મળ્યા
તબીબોએ સલાહ આપી છે કે, લોકોએ બપોરના સમયે ઘરેથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગરમીના કારણે રાજ્યમાં છેલ્લા એક મહિનામાં 2500 જેટલા લોકોને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફત વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવા પડયા છે. અમદાવાદમાં કાળઝાલ ગરમી વરસવાને પગલે હીટ રિલેટેડ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે શહેરના દક્ષિણ ઝોનમાં હીટ રીલેટેડ બિમારીના સૌથી વધુ 20 કેસ અને ઉત્તર ઝોનાં 10 કેસ સહિત કુલ 36 કેસ નોંધાયા છે. તા. 21 મેના રોજ ઉત્તર ઝોનમાં સૌથી વધુ 15 અને દક્ષિણ ઝોનમાં 9 સહિત કુલ 35 કેસ નોંધાયા હતા. તા.22 મેના રોજ શહેરના દક્ષિણ ઝોનમાં 18 સહિત કુલ 35 કેસ નોંધાયા હતા. તા. 15 મેથી તા.22 મે સુધીના એક સપ્તાહમાં 108ને હીટ રીલેટેડ બિમારીના કુલ 208 કોલ મળ્યા છે.


