- ભાલેજના ફરદીનની પોલીસે કરી ધરપકડ
- ફરદીન અને ઈમરાન ધંધામાં હતા પાર્ટનર
- આરોપી ઈમરાનની પૂછપરછમાં ફરદીનનું નામ ખૂલ્યું
રાજ્યમાં વડોદરાના સમોસામાં ગૌમાંસ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે અત્યાર સુધીમાં ગૌમાંસના સમોસો વેચવાના કેસમાં સંકળાયેલા કુલ 8 આરોપીને ઝડપી પાડ્યા છે. નોંધનીય છેકે, ન્યુ હુસૈની સમોસા સેન્ટરમાં 6 એપ્રિલના રોજ ગૌમાંસ સાથેના સમોસા સહિતનો જથ્થો પકડી પાડ્યો હતો.
આ અંગેની માહિતી આપતાં ડીસીપી ઝોન-4 ના પન્ના મોમાયાએ જણાવ્યું કે, આધારે ઝોન-4 એલસીબી ટીમે મહમદ યુસુફ ફકીર મહમદ શેખના ઘરમાંથી પોલીસને 113 કિલો ગૌમાંસ, 152 કિલો સમોસાનો માવો, 61 કિલો કાચા સમોસા મળીને કુલ 326 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત થેલીઓ, બાઉલ અને ક્રશર મશીન સહિતનો કુલ રૂ.49 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેથી પોલીસે કુલ 6 આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
એટલું જ નહીં તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી પિતા-પુત્ર પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ પણ ન હતું. તેઓ પોતાના ઘરમાં આ રીતે કાચા સમોસા બનાવી આખા શહેરમાં સપ્લાય કરતા હતા. ઘણી દુકાનો અને લારીઓ પર સપ્લાય કરતા હતા અને ઘરેથી પણ વેચાણ કરતા હતા. પિતા-પુત્રને ગૌમાંસની જાણ હોવા છતાં ધંધામાં પ્રોફિટ મેળવવાની લાલચમાં તેઓ ગૌમાંસના સમોસા બનાવી વેચાણ કરતા હોવાનું અત્યાર સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.


