- કાર્બાઈડથી કેરી પકવનાર સામે આરોગ્ય શાખાની કાર્યવાહી
- કેરીના બોક્સોમાં ઈથિલિન રાયપ્લનરની પડીકીઓ મળી આવી
- ઈથિનિલ રાયપ્લનરથી કેરી પકવવાની સરકારે આપી છે મંજૂરી
કેરીની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે બજારોમાં અસલ કેરીની સાથે સાથે લેભાગુ તત્વો નકલી અને ભેળસેળ વાળી કેરીઓ વેચીને ન માત્ર લાભ ખાંટવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે પરંતુ સાથે સાથે લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં કરવામાં આવતા હોય છે. ત્યારે, વડોદરામાં કેરીઓનું હોલસેલ વેચાણ કરતાં વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસમાં સારા પરિણામો જોવા મળ્યા.
વડોદરામાં કેરીના હોલસેલ વેપારીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનાં હોલસેલ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્બાઈડથી પકવવામાં આવતી કેરીઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહત્વનું છે કે, સરકાર દ્વારા ઈથીલીન રાયપ્લનરથી કેરીઓ પકવવા માટે મંજૂરી આપવામાં આવી છે. તો બીજી બાજુ, કાર્બાઈડથી કેરી પકવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો, આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા. આરોગ્ય વિભાગની તપાસમાં ટીમોને કેરીના બોક્સમાંથી ઈથીલીન રાયપ્લનરની પડીકીઓ મળી આવી હતી. જે, સરકારી ધારાધોરણો મુજબ યોગ્ય હતું. તો બીજી બાજુ, છેલ્લા 3 દિવસમાં કાર્બાઈડથી કેરી પકવવાનો એકપણ કેસ સામે આવ્યો નથી.


