વડોદરામાં વાઘોડિયા રોડ પર બાપોદ પોલીસ દ્વારા વિશેષ તપાસ દરમિયાન છોટાઉદેપુરથી દારૂ લાવવામાં આવેલા બે આરોપીઓને ઝડપવામાં આવ્યા છે.
થેલામાં દારૂની 100 બોટલ મળી આવી
મેહુલભાઈ છત્રસિંહ રાઠવા (પાનવડ ગામ, તા. કવાંટ, જિ. છોટાઉદેપુર) અને વેચાતભાઈ લાલસિંગભાઈ રાઠવા (બાડવાવ ગામ, તા. છોટાઉદેપુર) વૈકુંઠ ચાર રસ્તા, ફિનિક્સ કોમ્પ્લેક્સ પાસે શંકાસ્પદ રીતે ઊભા હતા. બાપોદ પોલીસની તપાસમાં તેમની સાથે લાવવામાં આવેલા થેલામાં દારૂની 100 બોટલ મળી આવી.
પોલીસ તપાસ શરુ
પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે, આ દારૂ ક્યા વ્યકિતને પહોંચાડવાનો હતો. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે.


