- બે ભાઈઓ કર્મીને ફટકારતા હોવાની ઘટના CCTVમાં કેદ
- આખરે પરિવારે માફી માંગી લેતા સમગ્ર મામલો થાળે પડયો
- માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો
ગુજરાત રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં લાખોની સંખ્યામાં આવતા દર્શનાથે ભાવિક ભક્તો રવિવાર ના રોજવડોદરા ના બે ભક્તો દ્વારા ડાકોર ટેમ્પલ મંદિર ના કર્મચારી ને જ સામાન્ય બાબતમાં માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી આવતા ભાવિક ભક્તો આવો જ એક પરિવાર વડોદરા થી શ્રી રણછોડરાય મંદિરમાં દર્શનાર્થે આવતા મંદિરના નિયમોમાં લેડીઝ ની જાળીમાં પુરુષ એ જવાનો આગ્રહ રાખતા પુરુષ ને કર્મચારીદ્વારા રોકવામાં આવતા પુરુષ એ કર્મચારી સાથે મારા મારી તેમજ ઝપાઝપીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા
આ સમગ્ર બનાવમંદિરના મેનેજર જોડે પહોંચતા સીસીટીવી તપાસ કરતા વડોદરાના રહીશ નીકળતા વડોદરાના પરિવારે માફી માગી હતી અને હવેથી આવી ભૂલ નહીં થાય તેવી માફી માંગી હતી. હવે સવાલ એ છે મંદિરની સુરક્ષા માં ત્યાં એસઆરપી પોલીસ કર્મચારી ક્યાં હતા સમગ્ર બનાવ બની રહ્યો હતો ત્યારે મંદિરના દરેક દરવાજે એસઆરપી જવાનો પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો બધા જ હોવા છતાં વૈષ્ણવ મંદિરના કર્મચારી સાથે ઝપાઝપી થતા ક્યાં ગાયબ થઈ ગયા. શું મંદિરની સુરક્ષા કરવામાટેએસારપી ક્યાં છું મંતર થઈ હતી તે પણ વૈષ્ણવો માં ચર્ચાનો વિષય બન્યો છે.
રાજ્ય સરકાર અને ખેડા એસપી ઓફ્સિ દ્વારા યાત્રાધામ ડાકોર ને વિશેષ સુરક્ષા આપવાના હેતુથી વિશેષ બંદોબસ્ત દર રવિવારે અને પૂનમના દિવસે આપવામાં આવે છે છતાં આવો જ બનાવ મારા મારી નો રવિવાર રણછોડરાય મંદિર મા બને એ ખૂબ જ દુઃખની વાત છે આવા બંદોબસ્ત ને અમારે કોઈ જરૂર નથી આવો ગણગણાટ લોકમુખે ચર્ચા હી રહ્યો છે


