સામગ્રી :~
*૧ વાટકી બાફેલું
કોબી , ફલાવર, વટાણા,વાલોળ ,વાલ,ગાજર,લીલી તુવેર ,સેવ ( ઉપર ના બધા શાક મીક્ષ મા એક વાટકી બાફી ને લેવા).
*આદુ , મરચા, લીલું લસણ,ડુંગળી , કોથમીર ,શીંગદાણા નો ભુકો, ચણા નો લોટ, અજમો, *તલ,વરિયાળી ,ધાણા, હિંગ,ધી, રાય, *જીરુ ,તમાલપત્ર ,મીંઠુ ,મરચું , હરદળ,ધાણાજીરુ ,દહી ,પાપડ.
સ્ટફિંગ માટે :~
*એક લોયામાં ધી મુકી , બધા જ સુકા મસાલા અને બાફેલા શાકભાજી નાંખી એક ચમચી ચણાનો લોટ નાખી ખૂબ સારી રીતે કરી લેવું .
*ઠંડું પડે પછી રોલ બનાવી ને સેવ લગાવી સાઈડ પર મૂકવા .
*ત્યાર બાદ ૨ પાપડ ને ૩૦ સેંકડ પાણી મા પલાળી એક પાપડ પર બીજો પાપડ મુકી ઉપર બનાવેલ રોલ મુકી પાપડ ને બધીબાજુ થી પેક કરી ને તેલ મા તળી લેવો.
* ગરમ હોય ત્યારે જ રોલ ને ગોળ આકાર મા કાપી લેવો .
ગ્રેવીની રીત:~
*એક લોયામાં ૩ ચમચી તેલ મુકી રાય જીરુ તલ હીંગ મુકી જીણી સમારેલ ડુંગળી નાખવી
*ત્યાર બાદ દહી મા ચણાનો લોટ નાંખી ને પકાવવું ત્યાર બાદ સ્વાદ અનુસાર બધા મસાલા નાખવા.
પીરસવા ની રીત
*સર્વ કરતી વખતે બાઉલમાં ગ્રેવી નાખવી , એની ઉપર ભરેલા પાપડ ના કાપી ત્યાર કરેલે રોલ પીસ મુકવા એની ઉપર પાછી ગ્રેવી નાખવી. અને ઉપર કોથમીર છાંટવી .