- વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ લેવડાવ્યા શપથ
- 5 ધારાસભ્યોએ લીધા ધારાસભ્યના શપથ
- વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લીધા શપથ
લોકસભા 2024ની ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં 5 ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઇ હતી. ગુજરાતમાં પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા અને વિજાપુર વિધાનસભાની બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. આ તમામ બેઠકોના પરિણામો 4 જૂનના રોજ જાહેર થઈ ગયા હતા. આજે આ તમામ જીતેલા ઉમેદવારોએ ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
શંકરસિંહ ચૌધરીએ લેવડાવ્યા શપથ
વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી દ્વારા આ ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં વાઘોડિયા બેઠકની વાત કરવામાં આવે તો વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા હતા. જે કોંગ્રેસના કનુભાઈ ગોહિલ સામે 78,765 મતોથી જીત્યા હતા.
કોણ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા?
ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહ વાઘેલા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહની ત્યારે જીત થઈ હતી. પરંતુ ત્યારબાદ તેઓ અપક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાયા બાદ જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ધરમેન્દ્રસિંગ વાઘેલાનું નામ જાહેર કર્યું હતું. જે બાદ તેમણે કોંગ્રેસના કનુભાઈ ગોહિલને હરાવીને જીત મેળવી હતી.
વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત
પરષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને વાણીવિલાસ કર્યો ત્યારબાદ રૂપાલાના નિવેદનથી રોષે ભરાયેલા વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય મતદારો દ્વારા કોંગ્રેસને ટેકો જાહેર કરવાની જાહેરાત કરી ચૂક્યા હતા. પરંતુ આ દરેક પરિબળોની વચ્ચે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી.


