વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટના એરપોર્ટ પર બિહારના ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સાથે મુલાકાત કરી હતી. વૈભવ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે. બિહારની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતના સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને મળ્યા. બંનેની આ મુલાકાત પટનાના જય પ્રકાશ નારાયણ એરપોર્ટ પર થઈ હતી. વૈભવના માતા-પિતા પણ હાજર હતા. પીએમ મોદીએ પોતે વૈભવ અને તેમના પરિવાર સાથેની મુલાકાતની તસવીરો પોસ્ટ કરી હતી.
પીએમ મોદીની વૈભવ સૂર્યવંશી સાથેની મુલાકાતનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં વૈભવ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેતા જોવા મળે છે.
14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને IPL 2025 ની હરાજીમાં 1.1 કરોડ રૂપિયા ખર્ચીને રાજસ્થાન રોયલ્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પહેલા હાફમાં તેને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી ન હતી, પરંતુ બીજા હાફમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળતાની સાથે જ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.
PM મોદીએ વૈભવને લઈને કરી આ વાત
વૈભવ અને તેના પરિવાર સાથેનો ફોટો શેર કરતા પીએમ મોદીએ લખ્યું, ‘યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી અને તેના પરિવારને પટના એરપોર્ટ પર મળ્યા.’ તેમના ક્રિકેટ કૌશલ્યની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે! તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.


