વૈભવ સૂર્યવંશી હાલ ચર્ચામાં છે. અને હવે તેણે મહેન્દ્ર સિંહ ધોનીને પગે લાગતો એક વીડિયો સામે આવ્યો છે જેને લઇને વધુ ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં વૈભવ ધોનીના પગે પડીને આશીર્વાદ લેતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જેણે પણ જોયો તે વૈભવના વખાણ કરી રહ્યા છે. તેઓ વૈભવના સંસ્કાર વિશે વાતો કરી રહ્યા છે. ત્યારે વૈભવે ધોનીને પગે લાગીને શું કહ્યું આવો જાણીએ.
ધોનીના ચરણ સ્પર્શ કર્યા
રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચેની મેચ સમાપ્ત થયા પછી, જ્યારે બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવવા લાગ્યા, ત્યારે વૈભવ સૂર્યવંશીએ ધોની સાથે એવું ન કર્યું જે બીજા ખેલાડીઓએ કર્યું. તેમણે તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમને પ્રણામ કર્યા. વૈભવ સૂર્યવંશી ધોનીના પગ સ્પર્શ કરતો આ વીડિયો જેણે પણ જોયો, તે તેનો ચાહક બની ગયો.
ધોની શું છે વૈભવ માટે ?
જોકે, પગ સ્પર્શ કરવાનો અને પ્રણામ કરવાનો વીડિયો સિક્કાની માત્ર એક બાજુ છે. બીજી બાજુ, વૈભવ સૂર્યવંશી ધોની હોવાનો અર્થ સમજાવે છે. વૈભવનો એક બીજો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ધોનીને શું માને છે તે વિશે વાત કરી રહ્યો છે. તેણે આ વાત ત્યારે કરી જ્યારે તેને સીધુ જ પૂછવામાં આવ્યુ કે ધોની તમારા માટે શું અર્થ રાખે છે?
વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે ધોની અમારા બિહારથી છે. આ કારણે તેમનો અમારા પર ઘણો પ્રભાવ છે. તે ફક્ત મારા માટે જ નહીં પરંતુ આખા દેશ માટે આદર્શ છે. તેમણે દેશ માટે જે કર્યું છે, તે બીજા કોઈએ કર્યું નથી. તેઓ એક લિજેન્ડ છે. તેમના વિશે વધારે હું કંઇ ન બોલી શકું.


