- વેલેપોલ એલેક્ઝાન્ડરને 1952માં પોલિયો અને ફેફસાની બીમારી થઈ હતી
- આયર્ન લંગ મશીનમાં રહીને અભ્યાસ કર્યો અને બાળકોને પણ ભણાવ્યાં
- પોલની હિંમત અને ઉત્સાહ હતાશ લોકો માટે પ્રેરણા
છેલ્લા 70 વર્ષથી આયર્ન લંગ એટલે કે લોખંડના બોક્સમાં રહીને જીવન પસાર કરનાર વેલેપોલ એલેક્ઝાંડરનું નિધન થઈ ગયું છે. 78 વર્ષની વયે એલેક્ઝાંડર પોલના નામથી ઓળખાતા હતા. પોલ એલેક્ઝાંડરને વર્ષ-1952માં છ વર્ષની ઉંમરે જ પોલિયો થઈ ગયો હતો. પોલિયોની સારવાર માટે તેઓને ટેક્સાસની એક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલિયો સિવાય ફેફસા ખરાબ થતા એલેક્ઝાંડરને લોખંડના ફેફસા એટલે લોખંડના બોક્સમાં રખાયા. તેઓએ પોતાનું સમગ્ર જીવન આ બોક્સમાં જ પસાર કર્યું હતું. આ કારણે દુનિયા તેમને મેન ઈન ધ આયર્ન લંગ કહે છે. તેઓએ 11 માર્ચે આ મશીનની અંદર છેલ્લા શ્વાસ લીધા હતા.
જીવનમાં કોઈપણ સ્થિતિથી હાર ન માનતા તેમના જીવનનો મૂળ મંત્ર હતો. પોલની બહાદૂરી અને સાહસ એવા લોકો માટે પ્રેરણા છે જે નાની-નાની વાતથી હતાશ થઈ જતા હોય છે. આયર્ન લંગ મશીનમાં રહીને તેમને ભણતર તો પૂર્ણ કર્યું અને બાળકોને પણ ભણાવ્યા હતા. પોલના ભાઈ ફિલિપે મૃત્યુની જાહેરાત કરીને તમામનો આભાર માન્યો હતો. જેઓએ ભાઈની સારવાર માટે દાન આપ્યું હતું. તેઓએ પોતાના જીવનના છેલ્લા વર્ષો તણાવ મુક્ત બનવા માટે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.


