- નવીન મંદિરને ફૂલોથી સજાવટ કરવામાં આવી
- વાળીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
- વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
તરભમાં વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે. જેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાળીનાથ ધામ આવશે. તેમાં વાળીનાથ ધામ શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે. તેમજ વાળીનાથ ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજા-અર્ચના કરશે.
વાળીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
વાળીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જેમાં રાજ્ય અને દેશભરમાંથી લોકો તરભમાં ઉમટ્યા છે. નવીન મંદિરને ફૂલોથી સજાવટ કરવામાં આવી છે. 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરાયું છે. પથ્થરથી નાગર શૈલીમાં મંદિરનું નિર્માણ કરાયું છે. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત જયરામગીરી બાપુએ ટ્રેડિશનલ ડ્રેસમાં મંદિરે આવવા માટે રબારી સમાજને અપીલ કરી છે.
મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં 5 લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકઠા થવાની સંભાવના છે. ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ છે. ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિર બની ચુક્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે.


