વલસાડમાંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જે કારણે શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વલસાડમાં આવેલા ઠક્કરવાડાને જોડતા બ્રિજ નીચેથી આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. લોકોની નજર તેના પર પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર વલસાડ શહેરમાં આવેલા ઠક્કરવાડાને જોડતા બ્રિજ નીચેથી શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ મૃતદેહને કબ્જે લઈને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો છે. યુવતીનો મૃતદેહ મળતા અનેક આશંકાઓ સેવાઈ રહી છે. યુવતીની હત્યા થઈ છે કે કેમ? આ યુવતી કોણ છે? જેવા સવાલોના જવાબ શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો – Mahisagar ના ખેતરમાં એરંડાની આડમાં કરોડોના ગાંજાનું વાવેતર, પોલીસે આરોપીની કરી ધરપકડ


