અંદાજીત 25 હજારથી વધુ લોકોએ એક જ દિવસે પુસ્તકોનું વાંચન કર્યુ : 250થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ – પુસ્તકાલયો, સામાજીક સંસ્થાઓ સહભાગી બની
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ – ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ- રાજકોટ દ્વારા વસંતપંચમીના દિવસે ‘વાંચે રાજકોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 250થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, જેમાં સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ સ્કૂલો, કોલેજો, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો સહિતની સંસ્થાઓના વિદ્યાર્થીઓ, ભાઈઓ-બહેનો, શિક્ષકો, સંચાલકો વગેરેએ ભાગ લીધો હતો. અંદાજિત 25 હજારથી વધુ લોકોએ એક જ દિવસે પુસ્તકોનું વાંચન કર્યું હતું. સાહિત્ય સેતુ દ્વારા યોજાયેલ “વાંચે રાજકોટ” કાર્યક્રમ વાંચન ઉત્સવ બની રહ્યો હતો. અંદાજે ૨૫ હજારથી વધુ લોકોએ એકજ દિવસે પોતાની શાળા-કોલેજમાં પુસ્તકોનું વાંચન કર્યું અને છાત્રો વર્ગ ખંડમાં બેસીને, સ્કુલની લોબીમાં, પ્રાર્થના ખંડમાં બેસીને, શાળાના મેદાનમાં કે ઝાડના છાયા નીચે બેસીને ઉત્સાહપૂર્વક પોતાને મનગમતા પુસ્તકોનું વાંચન કરતા હતા.
આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ શહેર ભાજપ અધ્યક્ષ મુકેશ દોશી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વી.આર. કથીરીયા, સૌરાષ્ટ્ર યુનીવર્સિટીના કુલપતિ ડો. નીલાંબરીબેન દવે, મહિલા કેળવણીકાર હેલીબેન ત્રિવેદી, સંઘ પરિવારના નરેન્દ્ર દવે, સૌરાષ્ટ્ર યુનીવર્સિટીના ગુજરાતી ભવનના અધ્યક્ષ ડો. મનોજ જોષી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા, જાણીતા ઉદ્યોગપતિ પ્રતાપ પટેલ, મોઢવણિક સમાજના અગ્રણી કિરીટ પટેલ, સીઝન સ્ક્વેર ક્લબના અજય જોષી, શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન પ્રવીણ નિમાવત, ડાયેટના પ્રિન્સીપાલ સંજય મહેતા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ પરિમલ પરડવા, અમેરિકા નિવાસી રાજેન્દ્ર અંજારિયા, રઘુવંશી અગ્રણી ધનશ્યામ રાચ્છ, એડવોકેટ મહેશ જોષી, પત્રકાર લેખક રાજુલ દવે, બાલેન્દુ જાની, લાફીંગ કલબ પરિવારના અરવિંદ વોરા, લેખક ડો. નિમિષ મુંગા, કવયિત્રી જસુબેન બકરાણીયા, મીરાબેન વ્યાસ, વર્ષાબેન ઢાંકેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાહિત્યસેતુ પરિવારના પ્રમુખ વસંતભાઈ ગદેશા અને સંયોજક અનુપમ દોશીના માર્ગદર્શન હેઠળ દિનેશ ગોવાણી, કિશોર રાઠોડ, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ, પ્રકાશ હાથી, પરિમલ જોષી, મહેશ વ્યાસ, નૈષધ વોરા, જીતુભાઈ ગાંધી, કિશોર દવે, વી.ડી.વઘાસીયા, શરદ દવે, કે. સી. પંડયા, રાજુ ત્રિવેદી, અરૂણ નિર્મળ, વિજય ઓઝા, અજય રાજાણી, હાર્દિક દોશી, ચેતન વોરા, તેજશ શાહ, અરવિંદ વોરા, પ્રતાપ જાની, નયન ગંધા, રમેશ અનડકટ, નરેન્દ્ર આરદેશણા, શૈલેશ પંડયા, ઉમાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.