લોકસભામાં આજે રાષ્ટ્રગીત વંદેમાતરમને લઈને વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રગીત પર 10 કલાક સુધી ચર્ચા ચાલશે. સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પોતાના સંબોધનમાં કહ્યું કે આપણું રાષ્ટ્રગીત દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપનાર અને પ્રેરણા આપનાર અને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવનાર મંત્ર છે. આપણે બધા ખાસ પ્રસંગો પર આ રાષ્ટ્રગીત ગાઈએ છીએ. પરંતુ આ ગીતનો અર્થ ખબર છે.
વંદેમાતરમ ગીતનો જાણો અર્થ
આજે પણ અનેક લોકોને જન ગણ મન.. અને વંદે માતરમ..ગીતને લઈને મૂંઝવણ છે. ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ છે. આ ગીતનો ભાવાર્થ સમજવા આપણા અને આગળની પેઢી માટે બહુ જરૂરી છે. આ ગીત કહે છે કે “માતા, હું તમને સલામ કરું છું. હે માતૃભૂમિ! હું તમને પ્રણામ કરું છું, હું તમારી પૂજા કરું છું. પાણીથી ભરપૂર અને ફળો અને પાકોથી ભરપૂર ભૂમિ, જેની હવા મલય પર્વતોમાંથી આવતી ઠંડી, સુગંધિત પવન જેટલી ઠંડી છે. લીલા પાકથી ભરેલી ભૂમિ – આવી માતૃભૂમિ..ને હું તમને પ્રણામ કરું છું. જેમની રાતો ચાંદનીથી શણગારેલી હોય છે, જેમની ભૂમિ ખીલેલા ફૂલોથી શણગારેલી હોય છે. માતા, જે હંમેશા હસતી રહે છે, જે મીઠી વાતો કરે છે, જે સુખ અને આશીર્વાદ આપે છે, તેને મારા સત..સત.. પ્રણામ.
1950માં આ ગીતને રાષ્ટ્રગીતનો દરજ્જો મળ્યો
મહત્વનું છે કે વંદેમાતરમના રચયિતા બંકિમચંદ્ર ચેટર્જી છે. બંગાળના પ્રસિદ્ધ લેખક બંકિમ ચંદ્રએ 1882માં લખેલ નવલકથા ‘આનંદમઠ’ માંથી લેવામાં આવ્યું છે. 7 નવેમ્બર, 1875ના રોજ ‘બંગદર્શન’ મેગેઝિનમાં પ્રકાશિત કરાયું અને રવિન્દ્રનાથ ટાગોરે 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં રાજકીય પરિપ્રેક્ષ્યમાં ગાયું હતું. ત્યારબાદ 1950માં આ ગીતને ભારતના “રાષ્ટ્રીય ગીત”નો સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારબાદથી તે ભારતનું રાષ્ટ્રીય ગીત છે. ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન “વંદે માતરમ” એ ભારતમાં સ્વતંત્રતા માટેનું મોટી રાષ્ટ્રીય આહવાન બન્યું હતું.


