મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમે ધમલપર-૨ શેરી નં.૪ પાસે ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વિરાજભાઇ મનસુખભાઇ સેટાણીયા ઉવ.૧૯ રહે.ધમલપર-૨તા.વાંકાનેર તથા સાગરભાઇ જગદિશભાઇ સુરેલા ઉવ.૨૦ રહે.ધમલપર-૨ને ઝડપી લેવામાં આવ્યા છે આ સાથે આરોપી પાસેથી રોકડા ૪,૧૫૦/-તથા ગંજીપત્તાના પાના સહિતનો મુદામાલ કબ્જે લઇ બંને સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.