- પીએમ મોદી આજે વારાણસીના પ્રવાસે
- કાશી-તમિલ સંગમની બીજી આવૃતિનું કરશે ઉદ્ઘાટન
- તમિલ સંગમમ ટ્રેનને લીલી ઝંડી આપશે
PM મોદી આજે બનારસમાં “નમો ઘાટ” ખાતે કાશી-તમિલ સંગમની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. તેઓ કન્યાકુમારી-વારાણસી તમિલ સંગમમ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. 17 થી 30 ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જે માટે પીએમ મોદી નમો ઘાટ પહોંચી ગયા છે. સીએમ યોગી આદિત્યનાથ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
17 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ‘કાશી તમિલ સંગમમ’ની બીજી આવૃત્તિ દરમિયાન, તમિલનાડુ અને પુડુચેરીના 1,400 લોકો વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યા જશે. પીએમ મોદી અહીં ‘કાશી તમિલ સંગમ એક્સપ્રેસ’ને લીલી ઝંડી આપશે.
નદીઓના નામ પર જૂથને અપાયા છે નામ
સાંસ્કૃતિક મહોત્સવમાં ભાગ લેનાર ગ્રૂપને સાત ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે. આ જૂથોનું નામ સાત પવિત્ર નદીઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના નામ (ગંગા), શિક્ષકો (યમુના), વ્યાવસાયિકો (ગોદાવરી), આધ્યાત્મિક (સરસ્વતી), ખેડૂતો અને કારીગરો (નર્મદા), લેખકો (સિંધુ) અને વેપારીઓ (કાવેરી)ના નામ પરથી રાખવામાં આવ્યા છે. નોંધણી સમયે 42,000 થી વધુ નોંધણીઓ પ્રાપ્ત થઈ હતી. તેમાંથી પસંદગી સમિતિ દ્વારા દરેક જૂથ માટે 200 લોકોની પસંદગી કરવામાં આવી છે.


