તા.૨૧/૦૮/૨૦૨૪ થી ૨૩/૦૮/૨૦૨૪ સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦ કલાક સુધી ફોર્મ વિતરણ ઓનલાઇન www.rmc.gov.in પર અને ઓફલાઇન તમામ વોર્ડ ઓફીસેથી મળશે
રાજકોટમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો થનગનાટ શરૂ થઇ ચુક્યો છે. લોકો પર્વના રંગે રંગાવા સજ્જ છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા તા.૨૪થી તા.૨૬ દરમિયાન મુખ્ય સર્કલને થીમ આધારિત કરાતા લાઇટીંગ ડેકોરેશન, મટકી ફોડ સ્પર્ધા, લોકડાયરો, શિવ આરાધના સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
આગામી જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે મનપા દ્વારા રાજકોટ શહેરમાં જુદાજુદા કાર્યક્રમોનું આયો(જન કરેલ છે. જેમાં (૧) તા.૨૪/૦૮/૨૦૨૪ થી તા.૨૮/૦૮/૨૦૨૪ સુધી શહેરના તમામ મુખ્ય સર્કલને થીમ આધારિત લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે, (૨) તા.૨૪/૦૮/૨૦૨૪ના રોજ “હર હર મહાદેવ શિવ આરાધના” કાર્યક્રમ, (૩) તા.૨૫/૦૮/૨૦૨૪ના રોજ “લોકડાયરો” અને (૪) તા.૨૬/૦૮/૨૦૨૪ના રોજ મટકી ફોડ સ્પર્ધા યોજાશે.
આ વિવિધ કાર્યક્રમ અને સ્પર્ધાના આયોજનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ મીટિંગ યોજી હતી, જેમાં વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, વોર્ડ નં.૫ના કોર્પોરેટર અને શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, વોર્ડ નં.૫ના કોર્પોરેટર અને માધ્યમિક અને આનુસંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસીલાબેન સાકરીયા, વોર્ડ નં.૫ના કોર્પોરેટર ડૉ. હાર્દિક ગોહેલ, વોર્ડ નં.૧૪ના તથા વોર્ડ નં.૫ના સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સહાયક કમિશનર સમીર ધડુક, ડેપ્યુટી સેક્રેટરી ધવલ જેસડીયા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ધોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડ એન્જિનિયરો, તમામ વોર્ડ ઓફિસરઓ, સેનેટરી ઇન્સ્પેકટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ મીટીંગમાં કાર્યક્રમ સ્થળ આસપાસ સફાઈ, કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર, વિસ્તાર વાઈઝ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મીટીંગ યોજી બહોળી સંખ્યામાં નાગરીકોને ઉપસ્થિત રહેવા આયોજન કરવા અંગે સુચના આપી હતી. કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાઈ તે અંગે સૌ સાથે મળી આયોજન કરે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા (૧) તા.૨૪/૦૮/૨૦૨૪ થી તા.૨૮/૦૮/૨૦૨૪ સુધી શહેરના તમામ મુખ્ય સર્કલને લાઇટીંગ ડેકોરેશન ઉપરાંત (૨) તા.૨૪/૦૮/૨૦૨૪, શનિવારના રોજ સમય રાત્રે ૦૮:૩૦ કલાકે તેજસ શીશાંગીયા-જીલ એન્ટરટેનમેન્ટ અદ્રેત પ્રસ્તુત “હર હર મહાદેવ શિવ આરાધના” કાર્યક્રમ, વોર્ડ નં.૫, પાણીના ઘોડા પાસે, પેડક રોડ ખાતે યોજાશે. (૩) તા.૨૫/૦૮/૨૦૨૪, રવિવારના રોજ સમય રાત્રે ૦૮:૩૦ કલાકે લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા દ્વારા પ્રસ્તુત “લોકડાયરો” વોર્ડ નં.૧૪, શ્રી પવન પુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ ખાતે યોજાશે તેમજ (૪) તા.૨૬/૦૮/૨૦૨૪, સોમવારના રોજ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં મટકી ફોડ સ્પર્ધા યોજાશે.
તા.૨૬/૦૮/૨૦૨૪, સોમવારના રોજ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં આયોજિત મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી ૧ થી ૫ વિજેતાઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોકડ પુરષ્કાર આપવામાં આવશે. મટકી ફોડ સ્પર્ધા માટે તા.૨૧/૦૮/૨૦૨૪ થી ૨૩/૦૮/૨૦૨૪ સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦ કલાક સુધી ફોર્મ વિતરણ ઓનલાઇન www.rmc.gov.in પર અને ઓફલાઇન તમામ વોર્ડ ઓફીસ તેમજ સાંસ્કૃતીક વિભાગ, સેન્ટ્રલ ઝોન ખાતે વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિગતો ભરેલ ફોર્મ વોર્ડ ઓફીસ ખાતે પરત કરવાનું રહેશે.