6 ડિસેમ્બરના રોજ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉઘ્દાટન અને ભૂમિપૂજન કરશે સણાદર જનસભામાં પણ ભાગ લેશે. બનાસકાંઠા સ્થિત બનાસ ડેરી પરિસરમાં અમિત શાહની અધ્યક્ષતામાં સલાહકાર સમિતિની બેઠક પણ મળશે જેમાં સહકારી ડેરી વિકાસ સંબંધિત વિવિધ પહેલું પર સમીક્ષા કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે શનિવારે બનાસકાંઠાની મુલાકાતે છે. દિયોદર તાલુકાના સણાદર બનાસ ડેરી ખાતે વિવિધ પ્રોજેકટનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત કરશે તેને લઈ બનાસ અને વાવ-થરાદ વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિયોદર સણાદર બનાસ ડેરી ખાતે આજે શનિવારના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુલાકાત લેનાર છે જેમાં બનાસ ડેરી ખાતે કાર્યરત બનાસ ડેરીના બાયો CNG ફર્ટિલાઈઝર પ્લાન્ટનું લોકાર્પણ અને પાવડર પ્લાન્ટનું ખાતમૃહુર્ત કરશે તેમજ પાવડર પ્લાન્ટ અને બટાકાના પ્લાન્ટની પણ મુલાકાત લેશે. જેમાં બપોરે 1:00 કલાકે સોઈલ ટેસ્ટિંગ લેબ (વર્ચ્યુઅલ) અને રેડિયો સ્ટેશનની મુલાકાત લઈ બનાસ ડેરી પરિસરમાં સહકારિતા મંત્રાલયની બેઠક પણ મળશે. જેમાં સહકારીડેરી વિકાસ સંબંધિત વિવિધ પહેલું પર સમીક્ષા કરવામાં આવશે તેની સાથે સાથે સણાદર ખાતે બનાસ ડેરી દ્વારા આયોજિત વિશાળ જનસભામાં પણ ભાગ લેશે. રૈયા ખાતે પશુધન કેન્દ્રિત પહેલોની સમીક્ષા કરવા માટે ડામા સિમેન સ્ટેશન અને એમ્બ્રિયો ટ્રાન્સફર લેબની પણ મુલાકાત લેશે અને બનાસકાંઠા વિવિધ સ્થળ પર પણ મુલાકાત લેશે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


