- સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતની શાનદાર જીત
- ભારતની જીત બાદ વિરાટ સ્વાર્થી હોવાની ચર્ચાએ પકડ્યું જોર
- વેંકટેસ પ્રસાદે વિરાટ કોહલીને કર્યું સમર્થન
વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વઘુ રન બનાવનારા બીજા નંબરના બેટ્સમેન છે. આમ છતાં અમુક લોકો વિરાટ કોહલીને સ્વાર્થી કહી રહ્યા છે. કિંગ કોહલીને સ્વાર્થી કહેવા પર અમુક પૂર્વ ક્રિકેટર નારાજ છે. આ લિસ્ટમાં વેંકટેશ પ્રસાદનું નામ પણ સામેલ થયું છે. પૂર્વ ક્રિકેટરે સોશિયલ મીડિયાના માધ્યમથી વિરાટ કોહલીને લઈ પોતાના વિચાર શેર કર્યા છે.
વેંકટેશ પ્રસાદે શું કહ્યું?
54 વર્ષીય પૂર્વ ફાસ્ટ બોલરે ટ્વીટ કરીને લખ્યું કે, કોહલીના સ્વાર્થી હોવા અને વ્યક્તિગત માઈસલ્ટોન પ્રતિ જુનૂની હોવા અંગે મજેદાર વાતો સાંભળી રહ્યો છું. કોહલી સ્વાર્થી છે, દેશના એક અરબ લોકોના સપનાને પૂર્ણ કરવા માટે સ્વાર્થી બનવું જરૂરી છે. તે એટલા સ્વાર્થી છે કે, તેમને કાંઈ પ્રાપ્ત કરવા માટે ખુબ પ્રયાસ કરવો પડ્યો છે અને નવો બેંચમાર્ક સ્થાપિત કરવો પડ્યો છે. તેમણે દેશ માટે અનેક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટીમની જીત સુનિશ્ચિત કરી છે…આને સ્વાર્થ કહેવાય તો, હા વિરાટ કોહલી સ્વાર્થી છે.
કોહલીને ફેન્સ કહે છે સ્વાર્થી
વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલીને સદી પાસે પહોંચ્યા બાદ ધીમી ગતિથી બેટિંગ કરે છે. એટલું જ નહીં આ દરમિયાન તે સૌથી વધુ સ્ટ્રાઈક પણ પોતાની પાસે રાખે છે. આ કારણે અમુક પૂર્વ ક્રિકેટર અને ફેન્સ કોહલીને સ્વાર્થી કહી રહ્યા છે, પરંતુ આ વાત તથ્ય વિનાની છે.
રોહિત શર્માએ શું કહ્યું હતું?
રોહિત શર્માએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી મેચ બાદ કહ્યું હતું કે, ટીમ પરિસ્થિતિ અનુસાર રણનીતિમાં ફેરફાર કરે છે. આ કારણે શરૂઆત સારી કર્યા બાદ જ્યારે વિકેટ ધીમી થાય છે, તો કોહલી અંતિમ ઓવર્સમાં ધીમી બેટિંગ કરે છે. આ ઉપરાંત સાથી ખેલાડીઓ કોહલીને રન બનાવવા માટે ભરપૂર તક આપી રહ્યા છે. કોહલી જાતે વઘુ બેટિંગ કરવા માંગતો નથી.