- સ્વામી નારાયણ ગુરૂકુળના સ્વામી પર લાગાવ્યો હતો આક્ષેપ
- બ્રેઇન વોશ કરી સાધુ બનાવવાનો લગાવ્યો હતો આક્ષેપ
- બે દિવસમાં તપાસનો રિપોર્ટ રજૂ કરો: બાળ કલ્યાણ સમિતિ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મોટાં સમઢિયાળા ગુરુકુળમાં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીએ પોતાના દીકરાનું બ્રેઈન વોશ કરી સાધુ બનાવવા માટે પ્રેરણા આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈને હવે બાળ કલ્યાણ સમિતિ એક્શનમાં આવી છે અને તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના વડલી ગામના વિદ્યાર્થી સમઢિયાળા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી દ્વારા વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કરવામાં આવતું હોવાનો એક વાલી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ મામલે મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થતા ગીર સોમનાથ જિલ્લાના ચાઇલ્ડ વેલ્ફર કમિટીએ સુવોમોટો લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બાળ કલ્યાણ સમિતિ ગીર સોમનાથ જિલ્લાના ચેરમેન જયેશભાઈ પંડ્યા અને સભ્યો હરિભાઈ વાળા, રસિકભાઈ ચાવડા, અમૃતાબેન અખીયા વગેરેએ નિર્ણય લઈ તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ચાઇલ્ડ વેલ્ફર કમિટી ગીર સોમનાથ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કમિટીની નિમણુંક કરવામાં આવે અને બે દિવસમાં તપાસ પૂર્ણ કરીને અહેવાલ રજુ કરવામાં આવે.


