- મોદી સરકારે કરી એલ. કે. અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત
- તેઓ ભાજપના સ્થાપક સભ્ય અને કાર્યકર્તાઓની પ્રેરણા: સીએમ યોગી
- સરકારના આ નિર્ણયને લોકજનશક્તિ પાર્ટી દિલથી સ્વાગત કરે છે: LJP
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય અને કાર્યકર્તાઓ માટે પ્રેરણાના સ્ત્રોત છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય અત્યંત આવકારદાયક છે.
ચિરાગ પાસવાને આપ્યા અભિનંદન
ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને 96 વર્ષની ઉંમરે દેશના સૌથી મોટા નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાતને લઈને લોકજનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાને તેમને શુભેચ્છા પાઠવી છે. ચિરાગ પાસવાને કહ્યું કે સરકારના આ નિર્ણયને લોકજનશક્તિ પાર્ટી દિલથી સ્વાગત કરે છે અને તેમને અને તેમના પરિવારને શુભેચ્છા આપું છે.


