- યુનિવર્સિટી વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા
- આ કેસમાં સુપ્રીમકોર્ટના સિનિયર કાઉન્સેલ અભિષેક મનુ સિંઘવી આવવાના છે
- પરંતુ નેટવર્ક ઇશ્યુના કારણે તેઓ આજે ઓનલાઇન ઉપલબ્ધ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી આપના વડા અરવિંદ કેજરીવાલને આપવાના કેન્દ્રીય માહિતી આયોગ(સેન્ટ્રલ ઇર્ન્ફ્મેશન કમિશનર)ના હુકમને ગેરકાયદે અને રદબાતલ ઠરાવતા હાઇકોર્ટના ચુકાદા સામે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરવામાં આવી છે. જો કે, આજે છેલ્લી ઘડીયે કેજરીવાલ તરફ્થી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, તેમના તરફ્થી આ કેસમાં સુપ્રીમકોર્ટના સિનિયર કાઉન્સેલ અભિષેક મનુ સિંઘવી આવવાના છે, પરંતુ આજે નેટવર્ક ઇશ્યુના કારણે તેઓ ઓનલાઇન ઉપલબ્ધ નથી.
હાઇકોર્ટે કેજરીવાલ તરફ્થી સમયની માંગણી કરવામાં આવતાં હાઇકોર્ટે અપીલની વધુ સુનાવણી તા.11 જાન્યુઆરી પર મુકરર કરી હતી. જો કે, અરવિંદ કેજરીવાલ તરફ્થી આ રીતે છેલ્લી ઘડીયે કેસની સુનાવણીમાં મુદત મંગાતા ગુજરાત યુનિવર્સિટી તરફ્થી હાજર થતાં સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ભારે નારાજગી વ્યકત કરી હતી. જો કે, બાદમાં તેઓ સંમંત થયા હતા. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અરજદાર અરવિંદ કેજરીવાલ તરફ્થી સીંગલ જજના ચુકાદા સામે અપીલ ફાઈલ કરવામાં દાખવાયેલા વિલંબના મુદ્દાને પણ હાઇકોર્ટ આગામી સુનાવણી વખતે ધ્યાનમાં લેશે.


