- જયા બચ્ચન, અભિષેક બચ્ચન, શ્વેતા અને ઐશ્વર્યા પણ પહોચ્યાં જામનગર
- અત્યાર સુધી બોલિવુડ સ્ટાર,ક્રિકેટરો અને ઉધોગપતિઓ આવી ચૂકયાં છે જામનગર
- આ સમારોહમાં બચ્ચનના પુત્રી શ્વેતાની ખાસ હાજરી રહી
અનંત-રાધિકા પ્રી-વેડિંગ ફંકશનના ત્રીજા દિવસે ઘણા સેલેબ્સ જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કેટલાક સેલિબ્રિટીઓ આજે ફંક્શનમાં હાજરી આપવા માટે આજે જામનગર પહોંચ્યા હતા, જ્યારે અન્ય લોકો ફંકશનના બીજા દિવસે હાજરી આપ્યા બાદ જામનગરથી પ્રસ્થાન કરતા જોવા મળ્યા હતા. સુપરસ્ટાર રજનીકાંત તેમના પરિવાર સાથે આજે ફંક્શનમાં હાજરી આપવા જામનગર પહોંચતા જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન પુત્રી શ્વેતા બચ્ચન સાથે જામનગર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જામનગરનું ઍરપોર્ટ એક સેલિબ્રિટી હોટસ્પોટ બની ગયું છે અને વિશ્વભરમાંથી સેલિબ્રિટીઓ ગુજરાતના નગરમાં ભવ્ય અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા પહોચ્યા છે.
સેલિબ્રેશનનો આજે છેલ્લો દિવસ
અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનના ત્રીજા અને અંતિમ દિવસે ટસ્કર ટ્રેઈલ્સ એટ ગજવન, હસ્તાક્ષર એટ વેલી ઓફ ગોડ્સ, મહાઆરતી, ડિનર અંદર ધ સ્ટાર્સ અને બાદમાં બોલિવુડ-હોલિવુડ સ્ટાર્સના પર્ફોમન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંતિમ દિવસના કાર્યક્રમમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હાજરી આપી હતી. રાણી મુખર્જી, રણબીર-આલિયા, સંજય દત્ત, અનિલ કપૂર સહિતના સ્ટાર્સે પણ કાર્યક્રમની શોભા વધારી હતી.
અત્યાર સુધી કોણ-કોણ આવ્યું
આ સિવાય અજય દેવગણ, અક્ષય કુમાર, રણવીર સિંહ, રણબીર કપૂર, વિકી કૌશલ સહિત શાહરુખ ખાન, સલામાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, દીપિકા પદુકોણ સહિતના સ્ટાર્સ પહોંચ્યા હતા.
અત્યાર સુધીના પર્ફોર્મન્સ
છેલ્લા બે દિવસમાં ઘણા યાદગાર પ્રદર્શન થયા છે. પહેલા દિવસે હોલીવુડ પોપ સિંગર રીહાન્નાએ સ્ટેજ પર શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. મુકેશ અંબાણીએ પુત્ર અનંત અંબાણી માટે આપેલ ભાષણે લોકોના દિલ જીતી લીધા હતા. તમામ મહેમાનોને વનતારાની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. દરેકને ભારતીય વારસાનો પરિચય કરાવ્યો હતો. બીજા દિવસે દિલજીત દોસાંજનું શાનદાર પ્રદર્શન હતું. બોલિવૂડના તમામ સ્ટાર્સ તેમની ધૂન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ સાથે અનેક સેલિબ્રિટીઓ પણ ગરબા કરતી જોવા મળી હતી. આ સમગ્ર સેલિબ્રેશન દરમિયાન અંબાણી પરિવારના દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કરીના કપૂરના લુક્સ વાયરલ થયા હતા.


