બાંગ્લાદેશમાં દિપુ નામના યુવકની હત્યા કરવામા આવી જેને લઇને સમગ્ર હિંદુ સંગઠનોમાં રોષનો માહોલ છે. ત્યારે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇ કમિશનની બહાર વિરોધ કરવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા હિંદુ યુવકની હત્યાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેને લઇને પોલીસ અને વીએચપીના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા પોલીસે કેટલાક કાર્યકરોની ધકપકડ કરી છે.
બાંગ્લાદેશ હાઇકમિશનની બહાર વિરોધ
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આજે સવારે 11 વાગ્યાથી બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર એકઠા થયા છે અને પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન, બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો, ખાસ કરીને મેડિકલ વિદ્યાર્થીઓની સલામતી અંગે ચિંતા વધી રહી છે.
મોબ લિંચિંગ બાદ વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા છે. એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યું છે. બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ અને ત્યારબાદ મૈમનસિંહમાં દિપુની મોબ લિંચિંગ બાદ ભારત વિરોધી વિરોધ પ્રદર્શનોને પગલે બંને દેશો વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર તિરાડ પડી છે.
https://x.com/ANI/status/2003350271267889431
22 ડિસેમ્બર, 2025 ના રોજ, હિન્દુ સંગઠનો અને લઘુમતી જૂથોએ બાંગ્લાદેશમાં દીપુની હત્યા સામે ઢાકામાં નેશનલ પ્રેસ ક્લબની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધીઓએ જણાવ્યું હતું કે દીપુ નિર્દોષ હતો અને તેના પર નિંદાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. ઝાડ પર લટકાવવામાં આવ્યો હતો અને ઉગ્રવાદીઓ દ્વારા જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. વિરોધીઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. તેમનો દાવો છે કે આ વર્ષે જાન્યુઆરીથી 50 થી વધુ બિન-મુસ્લિમોની હત્યા કરવામાં આવી છે, અને ઘણા પર નિંદાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો- Shani Dev 2026: શનિની ચાલથી આ રાશિ સાવધાન! શરૂ થશે સાડે સાતી અને ઢૈયા


