વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ વિષય અંતર્ગત ”આકાંક્ષાઓથી અમલ” સેમિનાર લીગલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા થયું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
વિવિધ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ચાલી રહેલ અભ્યાસક્રમ ઓરીએન્ટેશન પ્રોગ્રામ અંતર્ગત “વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ-આકાંક્ષાઓથી અમલ તરફ“ વિષયક સેમીનાર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પુર્વ કુલપતી અને વરીષ્ઠ ધારાશાસ્ત્રી લીગલ રીસર્ચ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રી કમલેશ જોશીપુરા અધ્યક્ષ્ સ્થાને આયોજીત થયું હતું.
આ પ્રસંગે યુવા ઉદ્યોગપતિ શ્રી લલીત પટેલ, યુવા વ્યાપારી અગ્રણી શ્રી ચીરાગ દાવડા, મહીલા ઉદ્યોગ સાહસિક શ્રીમતી ઉન્નતી અરબીટ્રેશનના નિષ્ણાંત શ્રી કૌશીક ઉમાકાંત, ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામના શ્રી મનીષ, સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના શ્રી આર.એમ.દવે તથા શ્રી એ.એચ.ચૌહાણ, સહિતના અગ્રણીઓ ઉપસ્થીત રહયાં હતાં.
શ્રી કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતુ કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમીટ શરૂ કરી અને ઉદ્યોગોને વાસ્તવમાં વાઇબ્રન્ટ બનાવેલ, ગુજરાતી પહેલ પછી વૈશ્વિક સ્તરે પણ આ પ્રયોગની નોંધ લેવાય છે. વાઇબ્રન્ટ ગુજરાતના ફોલોઅપમાં વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ એ ખુબજ ઉપયોગી બની રહેશે. શ્રી જોશીપુરાએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે અને જણાવ્યું હતુ કે ઉદ્યોગોની માંગ અનુસારના વિશીષ્ટ અભ્યાસક્રમો દ્વારા કૌશલ્ય વર્ધીત માનવ સંશોધન ઉદ્યોગ અને વાણીજય જગતને પુરા પાડી શકશે. આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના માધ્યમથી કૌશલ્ય વર્ધન વધુ સારી રીતે થઇ શકે તેમ છે. વાઇબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારની યુવા શકિત માટે આ ઉપક્રમ અનેકવિધ તકો લાવશે. યુવા ઉદ્યોગ સાહસીકોને લાભ થવાની સાથે શૈક્ષણીક ક્ષેત્રે પણ અનેકવિધ સમજુતી કરારો થનાર છે.
યુવા ઉદ્યોગપતિ શ્રી લલીત પટેલે સૌરાષ્ટ્રના ઔદ્યોગીક જગત માટે ઐતહસિક પ્રસંગ ગણાવ્યો હતો. વ્યાપાર જયતમાં કાર્યરત શ્રી ચીરાગ દાવડાએ યુવા ઉદ્યોગ સાહસીકોને આ દિવસનો ઉપક્રમ નવા ક્ષેત્રોના સંદર્ભમાં જાણકારી આપતો બની રહેશે તેમ જણાવ્યું હતું.


