- બાંસવાડાની એક દિવસની મુલાકાતે ઉપરાષ્ટ્રપતિ
- ગોવિંદ ગુરુ આદિજાતિ યુનિવર્સિટીમાં કર્યુ સંબોધન
- SC-ST મહિલાઓને પણ મળશે અનામતઃ ધનખડ
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શનિવારે રાજસ્થાનના બાંસવાડા એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. ગોવિંદ ગુરુ આદિજાતિ યુનિવર્સિટીમાં આયોજિત વિદ્યાર્થી સંવાદને સંબોધતા તેમણે કહ્યું કે ભારત વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બની ગઈ છે. કોઈ માની શકે નહીં કે આજે આપણે વર્ષો સુધી આપણા પર શાસન કરનારાઓને પાછળ છોડી દીધા છે.
ભારતને સોનેરી ચિડિયા કહેવાતું
કોઈનું નામ લીધા વિના ધનખરે કહ્યું કે કેટલાક શિક્ષિત લોકો જાહેર ક્ષેત્રમાં અર્થવ્યવસ્થા વિશે ખોટી માહિતી આપે છે, આનાથી વધુ દુઃખદ શું હોઈ શકે. તેમણે કહ્યું કે હું 1989માં સાંસદ બન્યો હતો. આપણા દેશને સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે દેશનું સોનું વહાણોમાં વિદેશ લઈ જવામાં આવતું હતું. ત્યાં ગીરવી રાખવામાં આવતુ. આજે તેજ દેશ વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા છે.
ભારતે કરીને બતાવ્યું
ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે વિશ્વાસ ન થાય પરંતુ આપણે આ કરીને બતાવ્યું છે. 40 કરોડ લોકોના ખાતા ખોલાયા. દેશે પહેલીવાર આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા. આજે દેશના પીએમ આદિવાસી મહિલાના સન્માનમાં ઉભા થાય છે. તેમજ ખેડૂતના દિકરાના સન્માનમાં પણ ઉભા થાય છે. આદિવાસી સમુદાય માટે અને સંવિધાન નિર્માતા માટે આનાથી વધારે આશ્વાસન આપનારી વાત શું હોઈ શકે.
નવા કાયદામાં ST-ST મહિલાઓ માટે પણ અનામત
તેમણે કહ્યું કે નવા કાયદાને લઈને હોબાળો થઈ રહ્યો છે. હું તમને જણાવવા માંગુ છું કે આમાં SC-ST મહિલાઓને પણ અનામત મળશે. સરકાર આ માટે પ્રતિબદ્ધ છે. અડધી વસ્તીને તે સન્માન મળશે જેના તેઓ હકદાર છે. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને ટેક્નોલોજી સાથે જોડાયેલા રહેવા અને અડધો કલાક તેના માટે ફાળવવા જણાવ્યું અને કહ્યું કે તેમને ચોક્કસ ફાયદો થશે.


