- વધારે વજનથી ટ્રેક્ટરના આગળનો ભાગ હવામાં
- ટ્રાફિકના નિયમો તોડતુ ઓવરલોડેડ ટ્રેક્ટર
- ઓવરલોડેડ ટ્રેક્ટર વાહનચાલકો માટે જોખમરૂપ
રાજ્યમાં વિવિધ સ્ટંટ કરતાં લોકો નજરે પડતા હોય છે. પરંતુ હાલમાં અંકલેશ્વરના માર્ગો ઉપર ફરતું ઓવર લોડેડ શેરડી ભરેલ ટ્રેક્ટર ચર્ચામાં આવ્યું છે. ટ્રેક્ટરમાં ઓવર લોડ શેરડી ભરી વાહન થતું ટ્રેક્ટરના આગળના વ્હીલ અધ્ધર નજરે પડ્યા હતા.
સુગર ફેક્ટરીઓમાં ઓવર લોડેડ શેરડી ભરી જતા વાહનો અકસ્માત સર્જે તો જવાબદારી કોની ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે જ સવાલ એવો આવી રહ્યા છે કે, શું આવા વાહન ચાલકો મેં ટ્રાફિક કે આરટીઓમાં નિયમો લાગુ નથી પડતા?
જાહેર માર્ગ ઉપર જ બિન્દાસ વાહન થતા આવા વાહન ચાલકો ટ્રાફિક પોલીસ ના નજરે કેમ નથી પડતા, લોકોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. જેમાં લોકોના ઓવરલોડેડ ટ્રેક્ટર વાહનચાલકો માટે જોખમ રૂપ બની રહ્યું છે.


