- રૂખી રાણીનું માળિયા પર યુવકો સ્ટંટ કરતા દેખાયા
- જોખમી રીતે સ્ટંટ કરી ફોટા પાડતા દ્રશ્યો આવ્યા સામે
- થોડા સમય અગાઉ જ સેલ્ફી લેવા જતા યુવકનું થયું હતું મોત
સાબરકાંઠાના ઈડર ગઢમાં સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જેમાંરૂખી રાણીનું માળિયા પર યુવકો સ્ટંટ કરતા દેખાયા છે. જોખમી રીતે સ્ટંટ કરી ફોટા પાડતા દ્રશ્યો સામે આવ્યા છે. તેમજ સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.
સેલ્ફી લેવાના લાયમાં જીવ જોખમાય તેવા દ્રશ્યો સામે આવ્યા
થોડા સમય અગાઉ જ સેલ્ફી લેવા જતા યુવકનું મોત થયું હતું. સાબરકાંઠાના ઈડર ગઢના પહાડો પર સ્ટંટના દ્રશ્યો સામે આવતા લોકો ચોંકી ગયા છે. ઈડર ગઢ પર આવેલ રૂખી રાણીના માળિયા પર યુવકો સ્ટંટ કરતા નજરે દેખાઈ રહ્યા છે. રૂખી રાણીનું માળિયું ઇડર ગઢની સૌથી ઊંચો અને ટોચની શીલા પર આવેલો છે. અલગ અલગ સ્ટાઈલમાં સ્ટંટ કરી સેલ્ફી લેવાના લાયમાં જીવ જોખમાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
જોખમી રીતે ઊભા રહીને સેલ્ફી લેતા નજરે પડ્યા
યુવાનો રૂખી રાણીના માળીયા અને પર્વતીય ઉંચી શિલાઓ પર સ્ટંટ કરતા દેખાઈ રહ્યા છે. પર્વતીય શીલા ઉપર પણ લોકો જોખમી રીતે ઊભા રહીને સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે. ઇડરના દોલત વિલાસ પેલેસની જોખમી પાળી પર પણ લોકો જોખમી રીતે નજરે પડી રહ્યા છે. થોડા સમય પહેલા જોખમી સેલ્ફી લેવા જતા એક યુવકનું મોત પણ થયું હતું. જેમાં સેલ્ફીની લાયમાં જીવ જોખમાય તો જવાબદાર કોણ તે લોકો ચર્ચા કરી રહ્યાં છે.


