By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિદ્યાપીઠે કર્મકાફેનો બંધ રસ્તો ખોલ્યો, કેન્ટીનને કાયમી માટે તાળાં મારી દીધાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વિદ્યાપીઠે કર્મકાફેનો બંધ રસ્તો ખોલ્યો, કેન્ટીનને કાયમી માટે તાળાં મારી દીધાં

agragujaratnews
Last updated: 2024/01/05 at 3:48 AM
2 years ago
Share
વિદ્યાપીઠે કર્મકાફેનો બંધ રસ્તો ખોલ્યો, કેન્ટીનને કાયમી માટે તાળાં મારી દીધાં
SHARE

  • ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન વચ્ચે વર્ષોથી ચાલતા ગજગ્રાહનો અંત
  • જે ચા વિદ્યાપીઠની કેન્ટીનમાં રૂ.7માં મળતી તેનો કર્મ કાફેમાં ભાવ રૂ.50
  • ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ગજગ્રાહ ચાલતો હતો

અમદાવાદ શહેરના આશ્રામરોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન વચ્ચે ઘણા સમયથી ચાલતા ગજગ્રાહનો અંત આવ્યો હોવાની વિગતો સામે આવી છે. કારણ કે, ગૂજરાત વિદ્યાપીઠના નવા શાસકોએ વિદ્યાપીઠ પરિસરની કેન્ટીન પુનઃ શરૂ કરવાના બદલે તેને કાયમી તાળા મારી નવજીવનના કર્મકાફેમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ચા-નાસ્તો કરવા જાય એ માટે બંધ કરેલો દ્વાર ખોલી નાખ્યો છે. વિદ્યાપીઠના નવા સત્તાધીશોના નિર્ણયથી હવે વિદ્યાપીઠ કેન્ટીનમાં રૂ.7ના ભાવે મળતી ‘ચા’ ના કર્મકાફેમાં રૂ.50 ચૂકવવા પડશે. ગરીબ અને મધ્યમવર્ગમાંથી આવતાં વિદ્યાર્થીઓને આટલી મોઘી ‘ચા’ અને નાસ્તો પરવડે નહી તે સ્વાભાવિક છે, માટે આશ્રામ રોડ પાર કરી બહારની કેન્ટીનમાં જે પ્રકારે છેલ્લા 10 મહિનાથી વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફ ‘ચા’ પીવા જાય છે એ જ રીતે જવા મજબુર બનશે.

ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી ગજગ્રાહ ચાલતો હતો. નવજીવન દ્વારા વિદ્યાપીઠને અપાયેલ નાણા પર પરત માગવામાં આવ્યાં હતા, જેમાં વિદ્યાપીઠ દ્વારા કેટલાક નાણા પરત પણ કરવામાં આવ્યાં હતા. આ વિવાદ એટલા હદે વધી ગયો હતો કે, વિદ્યાપીઠ અને નવજીવનને જાણે કઈ જ લેવા દેવા ન હોય તેવી સ્થિતિ આવી ગઈ હતી. પરંતુ વિદ્યાપીઠમાં નવા શાસકોનો પ્રવેશ થયા બાદ હવે વિદ્યાપીઠ અને નવજીવન વચ્ચેની ખાય દૂર થઈ હોવાની વિગતો સામે આવી છે. વિદ્યાપીઠ પરિસરમાં ચાલતી કેન્ટીન અચાનક જ ગત માર્ચ-2023માં બંધ કરાવી દેવામાં આવી હતી. દરમિયાન વિદ્યાપીઠના સત્તાધીશો દ્વારા એવી વાત ચલાવવામાં આવી હતી કે, અત્યારસુધી કેન્ટીનનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો તેમાં કોઈ ટેન્ડરીંગ પ્રક્રિયા કરાતી નહોતી, જેથી ટેન્ડર પ્રક્રિયાના આધારે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. કેન્ટીન શરૂ કરવાના બદલે કાયમી તાળા વાગી જાય એ પ્રકારનો મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો છે. બેઠકમાં લેવાયેલ નિર્ણયમાં સ્પષ્ટ લખ્યું છે કે, ગૂજરાત વિદ્યાપીઠના અમદાવાદ પરિસરમાં કેન્ટીનની સુવિધા પુનઃ શરૂ કરવાની બાબતે પરિસરની બાજુમાં નવજીવનમાં કર્મકાફે તેમજ કેન્ટીન સુવિધા ઉપલબ્ધ બની શકે તેમ છે ત્યાં જવા માટે ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવનની સંયુક્ત દિવાલમાં દરવાજો મૂકવાથી ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને મૂલાકાતીઓને સરળતાથી નાસ્તો અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

મહત્વની વાત એ છે કે, ગૂજરાત વિદ્યાપીઠમાં જે કેન્ટીન ચાલતી હતી એમા ચા-નાસ્તાનો જે ભાવ હતો એની સરખામણીએ કર્મકાફેમાં ચાર-પાંચ ગણો વધુ ભાવ વસુલવામાં આવી રહ્યો છે વિદ્યાપીઠની કેન્ટીનમાં રૂ.7માં ચા આપવામાં આવતી હતી એનો ભાવ કર્મકાફેમાં રૂ.50 છે જ્યારે નાસ્તામાં વિદ્યાપીઠમાં પૌઆનો ભાવ રૂ.15 હતો એના બદલે કર્મકાફેમાં રૂ.100, વાટીદાળ ખમણનો ભાવ કેન્ટીનમાં રૂ.20 જ્યારે કર્મકાફેમાં રૂ.100 વસુલવામાં આવે છે. ચા-નાસ્તાના ભાવની વિગતો કર્મકાફેના મેનુમાથી લેવામાં આવી છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
રાજકોટ

રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા

Editor By Editor 2 days ago
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?