વિયેતનામ તેના પ્રવાસન અને રોકાણના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. વિયેતનામ 10 વર્ષનો ગોલ્ડન વિઝા કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર છે. આ પહેલનો હેતુ લાંબા ગાળાના પ્રવાસીઓ, રોકાણકારો અને વિદેશી વ્યાવસાયિકોને આકર્ષવાનો છે.
આ યોજના ટૂંકા ગાળાના પ્રવાસીઓ માટે ટકાઉ પ્રવાસમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં વિયેતનામ જતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેના કારણે ભારત વિયેતનામ માટે એક મુખ્ય સ્ત્રોત બજાર પણ બન્યું છે.
આ વૃદ્ધિ અંશતઃ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મુખ્ય ભારતીય શહેરોથી સારી ફ્લાઈટ કનેક્ટિવિટીને કારણે છે, જેના કારણે વિયેતનામ મુસાફરી માટે વધુ સુલભ બન્યું છે.
ભારતીય રોકાણકારોને વિયેતનામના ગોલ્ડન વિઝા પહેલમાં ઊંડો રસ
મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય રોકાણકારો વિયેતનામના ગોલ્ડન વિઝા પહેલમાં ઊંડો રસ દાખવી રહ્યા છે. વિયેતનામની વિઝા પ્રક્રિયા, ખાસ કરીને ભારતીય નાગરિકો માટે, વધુને વધુ ડિજિટલ-ફ્રેન્ડલી બની રહી છે. વિયેતનામમાં પ્રવાસન અને ટૂંકા ગાળાના વ્યવસાય માટે ઈ-વિઝા પહેલાથી જ સંપૂર્ણપણે ઓનલાઈન ઉપલબ્ધ છે.
ભારતીયો પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ
ગોલ્ડન વિઝા, જેમાં પ્રોસેસ પ્રક્રિયાઓ સ્પષ્ટ, સુરક્ષિત અને સમય-કાર્યક્ષમ હશે. આર્થિક સંભાવનાઓ સિવાય વિયેતનામ એક એવી લાઈફસ્ટાઈલ પ્રદાન કરે છે જે પરંપરાગત આકર્ષણ અને આધુનિક આરામનું મિશ્રણ કરે છે. હો ચી મિન્હ સિટી, હનોઈ અને દા નાંગ એવા શહેરો છે જ્યાં પ્રવાસીઓને ખૂબ જ મુલાકાત લેવાનું ગમે છે. સાપાના ધુમ્મસવાળા પર્વતોથી લઈને નહા ત્રાંગના દરિયાકિનારા સુધી, અહીં તમારી સફર દરમિયાન જોવા માટે ઘણું બધું છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


