- નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વિયેતનામના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે મુલાકાત
- વિયેતનામના પીએમએ ભારતના 10 વર્ષથી વિકાસમાં તેજીની વખાણ કર્યા હતા
- પીએમના ત્રીજા કાર્યકાળમાં એકબીજાને વધુ લાભ પહોંચાડીશું: વિયેતનામના પીએમ
વિયેતનામ દેશના વડાપ્રધાન ફામ મિન્હે ભારતના વિકાસની તેજીના વખાણ કર્યા છે. તેમને જણાવ્યું કે ગત 10 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આ એક મોટી સિદ્ધિ છે. ભારત આજે તેજીથી વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પત્રકારોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિયેતનામ ભારતની એક ઈસ્ટ નીતિ અને ઈન્ડિો પેસિફિક વિઝનમાં પ્રમુખ ભાગીદાર દેશ છે. હમે વિસ્તારવાદના નહિ પરંતુ વિકાસવાદને ટેકો કરીએ છીએ. હમે ઈન્ડિો પેસિફિક ક્ષેત્રમાં પોતાનો સહયોગ યથાવત્ રાખીશું.
ફામ મિન્હે કોવિડ-19 દરમિયાન ભારતના પ્રયાસોની ખૂબ પ્રશંસા કરી હતી. તેમને કહ્યું કે ભારતની ચાર પ્રકારની રસીની સાથે કોવિડ-19ની સારવારનો લાભ અમને પણ મળ્યો છે. જ્યારે પીએમ મોદીએ કહ્યું કે, બંને દેશો વચ્ચે મિત્રતાથી રક્ષા અને સુરક્ષાને નવી દિશા મળી છે. અમારો સંપર્ક વધ્યો છે. આજે 50થી વધુ ફલાઈટસ છે. તેમને કહ્યું કે બંને દેશ આશિયાન-ભારત વેપાર કરારની સમીક્ષાને લઈ સહમત થયા છે. તેમને એવું પણ કહ્યું કે, અમને નક્કી કર્યું છે કે, આતંકવાદ વિરોધ અને સાયબર સુરક્ષા પર ભાર મૂકાશે.
ઘણા ક્ષેત્રો માટે સહયોગ માટે કરાર
નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે સંયુક્ત રીતે વિયેતનાર ટેલી કમ્યુનિકેશન યુનિવર્સિટીમાં આર્મી સોફ્ટવેર પા્કનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન બંને પક્ષોના પ્રતિનિધિઓએ બંને દેશોની વચ્ચે દ્વીપક્ષીય સંબંધોને મજબૂત કરવાના હેતુથી ઘણા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત અને વિયેતનામ વચ્ચે વર્ષ-2024-2028 સુધીના વ્યાપક રણનીતિ ભાગેદારી કરવામાં આવી છે. આની પર વિયેતનામના વિદેશમંત્રી બુઈ થાન સોન અને વિદેશ મંત્રી એસ જયશંકરે હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત ભારત અને વિયેતનામમાં કસ્ટમ ડ્યુટી, કૃષિ, સંશોધન અને શિક્ષણમાં સહયોગ માટે કરાર થયા હતા. કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી મણિપુર અને વિયેતનામ કૃષિ વિજ્ઞાન અકાદમી હનોઈ વચ્ચે એક કરાર પર કૃષિ વિજ્ઞાન એકેડમીના ઉપાધ્યક્ષ તેમજ ઈન્ફાલ યુનિવર્સિટીના કુલપતિએ હસ્તાક્ષર કર્યા હતા.
રેડિયો, ટીવી ક્ષેત્રમાં કરાર
આ ઉપરાંત કાયદો, રેડિયો અને ટેલીવિઝનના ક્ષેત્રમાં સહયોગ માટે પ્રસાર ભારતી અને વોયસ ઓફ વિયેતનામ વચ્ચે એક કરાર થયો જેની પર વોઈસ ઓફ વિયેતનામના અધ્યક્ષ ડૉ. ટીએનસી અને ભારત તરફથી ગૌરવ દ્વિવેદી સીઈઓ પ્રસાર ભારતીએ હસ્તાક્ષર કર્યા હતા.
ભારત અને વિયેતનામ વચ્ચે મૈસુન યુનેસ્કો વિશ્વ વારસા સ્થળના એફ બ્લોકના જિર્ણોદ્વાર અને સંરક્ષણ માટે સંસ્કૃતિ, રમત અને પર્યટનના ડેપ્યુટી મંત્રી થિન થીતુઈ અને સચિવ પૂર્વ જયદીપ મજુમદારની વચ્ચે એક એમઓયુનું આદાન પ્રદાન થયું હતું.


