માતાજીની માનતા રાખી હોય પશુબલી કરતા ૬ શખ્સોની અટકાયત કરાઇ
પડધરી પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં પશુબલી ચઢાવવામાં આવી રહી હોય તેની જાણ ભારત જન વિજ્ઞાન જાથાને થતા જાથાના સંચાલક જયંત પંડયા પડધરી પોલીસને સાથે રાખી ૬ શખ્સોને પશુબલી ચઢાવતા અટકાવી અબોલ જીવોનો જીવ બચાવ્યો હતો. પડધરી પોલીસને સાથે રાખી જાથાની ટીમે 3 જાન્યુઆરીના પશુ બલીના સ્થળે રેડ પાડી પશુબલી ચઢાવતા ૬ શખ્સોને અટકાવ્યા હતા.
ભારત જન વિજ્ઞાન જાથા સમગ્ર ગુજરાત રાજ્યમાં અંધશ્રધ્ધા નિવારણ માટે પ્રચાર, પ્રસાર કરી રહ્યું છે. ૨૧મી સદીમાં પણ માનતાના નામે પશુબલી ચઢાવવામાં આવતી હોય જાથાના ચેરમેન જયંતી પંડયાએ દુખની બાબત ગણાવી હતી. માતાના નામે પશુબલી ચઢાવતા છ શખ્સો પૈકી ભુવા ભયલાલ ભીખુ સોલંકી (મહાકાળી માતાનો ભુવો) સાથે રમેશ ભયલાલ સોલંકી, કરણ ભયલાલ સોલંકી, કરમશીના બે પુત્ર ચતુરના દિકરા વિજયની અટકાયત કરવામાં આવી હતી.