ઈશાન કિશનની T20 વર્લ્ડકપ 2026 અને ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. તે બે વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે.
ઈશાન કિશન છેલ્લે 2023માં ભારત માટે રમ્યો હતો. હવે ઈશાનને ફરી એકવાર મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. T20 વર્લ્ડકપ 2026 પહેલા તેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
ઈશાન કિશનને મળી કેપ્ટનશીપ
આગામી વિજય હજારે ટ્રોફી 2025-26 માટે ઈશાન કિશનને ઝારખંડના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ઈશાને તાજેતરમાં ઝારખંડ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમને જીત અપાવી હતી. તેની કેપ્ટનશીપની દુનિયાભરમાં પ્રશંસા થઈ છે.
ઈશાન કિશને ટુર્નામેન્ટમાં સૌથી વધુ 517 રન પણ બનાવ્યા હતા. હવે તે ફરી એકવાર ઝારખંડની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. ઝારખંડ 24 ડિસેમ્બરે કર્ણાટક સામે વિજય હજારે ટ્રોફી અભિયાનની શરૂઆત કરશે. ટીમ લીગ સ્ટેજમાં કુલ 7 મેચ રમશે.
અમદાવાદમાં રમાશે ઝારખંડની મેચ
વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડની મેચ 24 ડિસેમ્બર, 26 ડિસેમ્બર, 31 ડિસેમ્બર, 3 જાન્યુઆરી, 6 જાન્યુઆરી અને 8 જાન્યુઆરીએ અમદાવાદમાં રમાશે. ઝારખંડની ટીમ એલિટ ગ્રુપ Aમાં છે.
વિજય હજારે ટ્રોફી માટે ઝારખંડની ટીમ
ઈશાન કિશન (વિકેટકીપર અને કેપ્ટન), વિરાટ સિંહ, ઉત્કર્ષ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર અને વાઈસ-કેપ્ટન), રોબિન મિંઝ, અનુકુલ રોય, શરણદીપ સિંહ, શિખર મોહન, પંકજ કુમાર (વિકેટકીપર), બાલા ક્રૃષ્ણા, એમડી કૌનૈન કુરૈશી, શુભ શર્મા, અમિત કુમાર, મનીષી, અભિનવ શરણ, સુશાંત મિશ્રા, વિકાસ સિંહ, સૌરભ શેખર, રાજનદીપ સિંહ, શુભમ સિંહ.
આ પણ વાંચો: Shubman Gillને T20 વર્લ્ડકપમાંથી બહાર કર્યા પછી સુનીલ ગાવસ્કરે કહી આ વાત, કહ્યું- ‘ઘરે કહો કે નજર…’


