24 ડિસેમ્બરના રોજ વિજય હજારે ટ્રોફી 2025-26માં બિહારે ટુર્નામેન્ટના ઈતિહાસમાં રનના માર્જિનથી સૌથી મોટી જીત મેળવી, જ્યારે કર્ણાટક હવે કુલ સ્કોરનો પીછો કરતી વખતે સૌથી વધુ જીતનો રેકોર્ડ ધરાવે છે.
ઝારખંડ અને કર્ણાટક વચ્ચે ગ્રુપ A મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા ઝારખંડે કેપ્ટન ઈશાન કિશનની 125 રનની સદીની મદદથી 50 ઓવરમાં 412 રન બનાવ્યા. ત્યારબાદ કર્ણાટકએ 47.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કર્યો. કર્ણાટક માટે દેવદત્ત પડિકલે બેટિંગમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં તેને શાનદાર 147 રન બનાવ્યા હતા.
કર્ણાટકે આંધ્રપ્રદેશનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ઝારખંડ સામે કર્ણાટકની જીત સાથે તેમણે વિજય હજારે ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ સફળ રન ચેઝનો રેકોર્ડ પણ બનાવ્યો. કર્ણાટકે આંધ્ર ટીમનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. આંધ્રએ અગાઉ 2012 માં ગોવા સામે 384 રનનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો, જેમાં 6 વિકેટ ગુમાવીને 48.4 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યું હતું.
દેવદત્ત પડિકલ સિવાય ઝારખંડ સામેની આ મેચમાં કર્ણાટક માટે અભિનવ મનોહર અને ધ્રુવ પ્રભાકરે પણ બેટિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમને છઠ્ઠી વિકેટ માટે 88 રનની પાર્ટનરશીપ કરી, જેનાથી ટીમ જીત તરફ દોરી ગઈ. અભિનવે 56 રન બનાવ્યા, જ્યારે ધ્રુવે 40 રન બનાવ્યા.
વિશ્વ ક્રિકેટમાં લિસ્ટ A ક્રિકેટમાં બીજા નંબરનો સૌથી મોટો રન ચેઝ
કર્ણાટકનો વિજય લિસ્ટ A ક્રિકેટના ઈતિહાસમાં બીજા નંબરનો સૌથી મોટો રન ચેઝ છે. 2006માં ઓસ્ટ્રેલિયા સામે 435 રનના ટાર્ગેટનો પીછો કરનાર સાઉથ આફ્રિકા આ સંદર્ભમાં સૌથી વધુ સ્કોર કરનાર ટીમ છે. કર્ણાટક હવે બીજા સ્થાને પહોંચી ગયું છે. આ પહેલા આ સ્થાન ક્વીન્સલેન્ડ પાસે હતું, જેને 2014માં તાસ્માનિયા સામે 399 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો.
લિસ્ટ A માં અત્યાર સુધીનો સૌથી સફળ રન ચેઝ
દક્ષિણ આફ્રિકા – 435 રન (વિ ઓસ્ટ્રેલિયા, 2006)
કર્ણાટક – 413 રન (વિ ઝારખંડ, 2025)
ક્વીન્સલેન્ડ – 399 રન (વિ તાસ્માનિયા, 2014)
કરાચી રિજન – 392 રન (વિ સિયાલકોટ, 2004)
મિડલસેક્સ – 388 રન (વિ ડરહામ, 2025)
આંધ્ર – 384 રન (વિ ગોવા, 2012)
આ પણ વાંચો: Virat Kohliએ વધુ ફટકારી શાનદાર સદી, સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડની નજીક પહોંચ્યો


