વિજય હજારે ટ્રોફી 2025-26નો પહેલો રાઉન્ડ 24 ડિસેમ્બરે રમાયો હતો. પહેલા રાઉન્ડમાં ઘણા સ્ટાર ખેલાડીઓએ ભાગ લીધો હતો. રોહિત શર્મા મુંબઈ તરફથી રમ્યો હતો, જ્યારે વિરાટ કોહલીએ દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું. બંને બેટ્સમેનોએ પોતપોતાની ટીમો માટે સદી ફટકારીને ધૂમ મચાવી.
આ દરમિયાન કેરળ અને ત્રિપુરા વચ્ચેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ સ્પિનર વિગ્નેશ પુથુરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા કોઈ ખેલાડીએ આ સિદ્ધિ મેળવી ન હતી.
વિગ્નેશ પુથુરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
આ મેચમાં કેરળ તરફથી રમતા વિગ્નેશ પુથુરે ઈતિહાસ રચ્યો. તેને બેટિંગ કે બોલિંગમાં નહીં, પરંતુ ફિલ્ડિંગમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો. વિગ્નેશ પુથુરે એક જ મેચમાં 6 કેચ પકડનાર પહેલો ખેલાડી બન્યો. તેને નોન-વિકેટકીપર તરીકે આ રેકોર્ડ હાંસલ કર્યો. લિસ્ટ A ક્રિકેટમાં આ પહેલા કોઈ ખેલાડીએ આ સિદ્ધિ મેળવી ન હતી.
અત્યાર સુધી 21 ખેલાડીઓએ એક જ મેચમાં 5 કેચ લીધા હતા. પરંતુ વિગ્નેશ પુથુરે તે બધાને પાછળ છોડી દીધા અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. વિગ્નેશ પુથુર તેની બોલિંગથી વધુ પ્રભાવિત કરી શક્યો નહીં, તેને 6 ઓવરમાં 28 રન આપ્યા અને ફક્ત 1 જ વિકેટ લીધી. પરંતુ તેની ફિલ્ડિંગ શાનદાર હતી.
વિગ્નેશ પુથુરે IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેને 5 મેચમાં 6 વિકેટ લીધી હતી. પરંતુ મુંબઈએ તેને IPL 2026 પહેલા રિલીઝ કરી દીધો હતો. વિગ્નેશ પુથુરે હવે આગામી સીઝનમાં રાજસ્થાન રોયલ્સ સાથે જોવા મળશે, અને તેને 30 લાખમાં સાઈન કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં તેને લિસ્ટ A ક્રિકેટમાં 1 વિકેટ અને 9 સ્થાનિક T20 મેચોમાં 12 વિકેટ લીધી છે.
કેરળ મેચ જીતી ગયું
વિજય હજારે ટ્રોફીમાં પહેલા બેટિંગ કરતા કેરળએ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 348 રન બનાવ્યા. કેરળ તરફથી રોહન કુન્નુમ્મલે 94 રન બનાવ્યા, જ્યારે વિષ્ણુ વિનોદે 62 બોલમાં 102 રન બનાવ્યા. ટાર્ગેટનો પીછો કરતા ત્રિપુરા 36.5 ઓવરમાં 203 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેના કારણે કેરળે 145 રનથી મેચ જીતી લીધી.
આ પણ વાંચો: Flashback 2025: આ વર્ષે યુવા ભારતીય ખેલાડીઓએ કર્યું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ


