વિજય હજારે ટ્રોફી 2025-26 ખાસ બનવાની છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી આ ટુર્નામેન્ટનો ભાગ બનશે. BCCI એ તમામ રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓને વિજય હજારે ટ્રોફીમાં રમવાની સલાહ આપી છે.
આ જ કારણ છે કે રોહિત, વિરાટ, ગિલ અને હાર્દિક સહિત ઘણા અગ્રણી ખેલાડીઓ VHTમાં ભાગ લેતા જોવા મળશે. હવે ભારતીય ક્રિકેટનો વધુ એક સ્ટાર આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર છે.
રવિન્દ્ર જાડેજા વિજય હજારે ટ્રોફી રમશે!
મીડિયા રિપોર્ટ મુજબ રવિન્દ્ર જાડેજા વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે રમશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ પુષ્ટિ આપી છે કે રવિન્દ્ર જાડેજા 6 અને 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર માટે રમશે. તે આ ટુર્નામેન્ટમાં 2 મેચ રમશે. સૌરાષ્ટ્ર 9 જાન્યુઆરીએ સર્વિસિસ અને 8 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત સામે રમશે. આ બંને ટીમો સામે રવિન્દ્ર જાડેજાની હાજરી સૌરાષ્ટ્ર માટે નોંધપાત્ર ફાયદો બની શકે છે.
ટીમ ઈન્ડિયામાં પસંદગી પછી યોજના બદલાશે?
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો રવિન્દ્ર જાડેજાને ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે પસંદ કરવામાં આવે છે, તો તેમની યોજનાઓ બદલાઈ શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને ટીમ ઈન્ડિયાને આ માટે ઝડપથી ભેગા થવાની જરૂર પડશે. આ જ કારણ છે કે વિરાટ, રોહિત અને અન્ય ખેલાડીઓ વિજય હજારે ટ્રોફીની શરૂઆતની કેટલીક મેચો રમી રહ્યા છે. હાલમાં રવિન્દ્ર જાડેજા 2 VHT મેચ રમશે.
છેલ્લી સિરીઝમાં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન કેવું રહ્યું?
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં રવિન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તે સાઉથ આફ્રિકા સામેની 3 મેચની વનડે સિરીઝમાં પરત ફર્યો. તેને રમેલી 3 મેચમાં તેને 1 વિકેટ લીધી અને 2 ઈનિંગમાં 56 રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી રહ્યું નથી. તે જોવાનું બાકી છે કે તેને ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં સામેલ કરવામાં આવશે કે નહીં.
આ પણ વાંચો: Virat Kohli 1 રન બનાવતાની સાથે જ હાંસલ કરશે એક મોટી સિદ્ધિ, સચિન પછી આવું કરનાર બીજો ખેલાડી


