શુભમન ગિલને T20I વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો.પરંતુ હવે આ ખેલાડી આ પરિસ્થિતિમાંથી આગળ વધીને બીજી ટીમ માટે પોતાની તાકાત બતાવશે.શુભમન ગિલ વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે રમવા માટે તૈયાર છે.પંજાબે વિજય હજારે ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.જેમાં શુભમન ગિલનો સમાવેશ થાય છે.શુભમન ગિલ ઉપરાંત અભિષેક શર્મા અને અર્શદીપ સિંહ પણ પંજાબ ટીમમાંથી રમતા જોવા મળશે.
વિજય હજારે ટ્રોફી માટે પંજાબની ટીમ
શુભમન ગિલ, અભિષેક શર્મા, અર્શદીપ સિંહ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), હરનૂર પન્નુ, અનમોલપ્રીત સિંહ, ઉદય સહારન, નમન ધીર, સલિલ અરોરા (વિકેટકીપર), સનવીર સિંહ, રમનદીપ સિંહ, જશનપ્રીત સિંહ, ગુરનૂર બ્રાર, હરપ્રીત બ્રાર, રઘુ શર્મા, ક્રિશ ભગત, ગૌરવ ચૌધરી, સુખદીપ બાજવા.
શુભમન ગિલ વિજય હજારે ટ્રોફી કેમ રમી રહ્યો છે?
જો શુભમન ગિલને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો હોત, તો પણ તેણે ઓછામાં ઓછી બે વિજય હજારે ટ્રોફી મેચ રમવાની હતી. BCCI એ તમામ ભારતીય ખેલાડીઓને ઓછામાં ઓછી બે વિજય હજારે ટ્રોફી મેચ રમવાની સૂચના આપી છે. હવે ગિલ T20 વર્લ્ડ કપ નહીં રમે, તો તે પંજાબ માટે લગભગ બધી લીગ મેચ રમશે.
ગિલના વિજય હજારે ટ્રોફીના આંકડા કેવા છે?
શુબમન ગિલે 2016-17વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે ડેબ્યૂ કર્યું હતું.25 ફેબ્રુઆરી 2017ના રોજ તેણે વિદર્ભ સામે તેની પહેલી મેચ રમી હતી અને માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો.બીજી મેચમાં તેણે આસામ સામે તેની પહેલી લિસ્ટ A સદી ફટકારી હતી, જેમાં 121 રન બનાવ્યા હતા.તેણે બે વિજય હજારે ટ્રોફી મેચમાં 132 રન બનાવ્યા છે.
ગિલ માટે વિજય હજારે ટ્રોફી કેટલી મહત્વપૂર્ણ છે?
શુબમન ગિલ માટે વિજય હજારે ટ્રોફી અત્યંત મહત્વપૂર્ણ છે.આ ખેલાડી ખૂબ જ ખરાબ ફોર્મમાં છે.અને પોતાનું ફોર્મ પાછું મેળવવા માટે, ગિલને હવે વિજય હજારે ટ્રોફીમાં રન બનાવવાની જરૂર પડશે. પંજાબ 24 ડિસેમ્બરે મહારાષ્ટ્ર સામે પોતાનું અભિયાન શરૂ કરશે, અને બધી સાત લીગ મેચ જયપુરમાં રમાશે. ગયા સીઝનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી આ ટીમમાં પ્રભસિમરન સિંહ, અનમોલપ્રીત સિંહ, નમન ધીર, રમણદીપ સિંહ, સનવીર સિંહ અને હરપ્રીત બ્રાર જેવા મજબૂત બેટ્સમેન છે. ગિલ અને અભિષેક શર્મા ટીમ માટે ઇનિંગની શરૂઆત કરશે. પંજાબ મુંબઈ, ગોવા, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા જ ગ્રુપમાં છે. આ ગ્રુપમાં લીગ મેચ 8 જાન્યુઆરીએ સમાપ્ત થશે.
આ પણ વાંચો – Sports : શુભમન ગિલ કે સંજુ સેમસન 2025માં T20I ક્રિકેટમાં કોણે સૌથી વધુ રન બનાવ્યા? જાણો


