ભારતની અંડર-19 ટીમ તાજેતરમાં એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાન સામે 191 રનથી હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયાનો યુવા વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ફાઈનલમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. તે 10 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો.
ફેન્સ ટુર્નામેન્ટ સમાપ્ત થયા પછી વૈભવ સૂર્યવંશીના ક્રિકેટમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે વૈભવ તેની આગામી મેચ ક્યારે રમશે.
વિજય હજારે ટ્રોફીમાં રમતો જોવા મળશે વૈભવ સૂર્યવંશી
વૈભવ સૂર્યવંશી આગામી સમયમાં ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ODI ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં રમશે. આ ટુર્નામેન્ટ માટે તેને બિહાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને વિજય હજારે ટ્રોફી માટે બિહાર ટીમના વાઈસ કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. બિહારને 2025-26 વિજય હજારે ટ્રોફી માટે પ્લેટ ગ્રુપમાં રાખવામાં આવ્યું છે અને તે 24 ડિસેમ્બરે તેની પહેલી મેચ રમશે.
બિહાર ટીમનું શેડ્યૂલ
વિજય હજારે ટ્રોફી 2025-26માં બિહારની ટીમ તેની પહેલી મેચ અરુણાચલ પ્રદેશ સામે રમશે. આ મેચ 24 ડિસેમ્બરે રમાશે. બિહારની બીજી મેચ 26 ડિસેમ્બરે મણિપુર સામે થશે. 29 ડિસેમ્બરે બિહારની ટીમ મેઘાલય સામે રમશે. આ ટુર્નામેન્ટમાં બિહારની ચોથી મેચ નાગાલેન્ડ સામે હશે અને આ મેચ 31 ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ બિહારની ટીમ 3 જાન્યુઆરીએ મિઝોરમ સામે ટકરાશે. વૈભવ સૂર્યવંશી હવે 24 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશ સામે વિજય હજારે ટ્રોફી 2025-26 માં તેની આગામી મેચ રમતો જોવા મળશે.
અંડર-19 એશિયા કપમાં વૈભવનું પ્રદર્શન કેવું રહ્યું?
અંડર-19 2025 એશિયા કપમાં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન ફક્ત નબળી ટીમો સામે જ જોવા મળ્યું હતું. તેને યુએઈ સામે 171 રન બનાવ્યા હતા, પરંતુ બાકીની મેચોમાં તેનું પ્રદર્શન નબળું રહ્યું હતું. ટુર્નામેન્ટમાં વૈભવે 5 મેચમાં 52.20ની સરેરાશથી 261 રન બનાવ્યા હતા, જેમાં 1 સદી અને 1 અડધી સદી સામેલ છે. તે હવે વિજય હજારે ટ્રોફીમાં મોટા રન બનાવવાનો પ્રયાસ કરશે.
વિજય હજારે ટ્રોફી માટે બિહાર ટીમ
સકીબુલ ગની (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઈસ-કેપ્ટન), બિપિન સૌરભ, પીયૂષ કુમાર સિંહ, મંગલ મહારૌર, આયુષ લોહારુકા, આકાશ રાજ, સૂરજ કશ્યપ, શબ્બીર ખાન, બાદલ કનૌજિયા, હની સિંહ, હિમાંશુ તિવારી, હિમાંશુ સિંહ, કુમાર રજનીશ.
આ પણ વાંચો: WPL 2026 પહેલા મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સની કેપ્ટન બની આ સ્ટાર ખેલાડી


