- વિનેશ ફોગાટે ખેલ રત્ન તથા અર્જુન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી
- વિનેશ ફોગાટે પીએમ મોદીને પત્ર લખ્યો
- પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ રેસલરોનું આંદોલન
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને લઈને ચાલી રહેલી ગરબડ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પોતાનો ખેલ રત્ન તથા અર્જુન એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ વાતની જાહેરાત કરી છે. આ પહેલા બજરંગ પુનિયાએ પણ પોતાનો પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી. સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો છે. કથિત રીતે બ્રિજભૂષણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહ WFIના પ્રમુખ બન્યા બાદ કુસ્તીબાજોએ વિરોધમાં આ પગલું ભર્યું છે.
રમત મંત્રાલયે WFIને બર્ખાસ્ત કર્યું
જોકે, રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને રદ્દ કરી દીધું છે. પ્રમુખ બન્યા બાદ સંજય સિંહે અંડર 15 અને અંડર 20 રેસલિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. આ પછી રમત મંત્રાલય એક્શનમાં આવ્યું. વિનેશે સોશિયલ મીડિયા પર બે પાનાનો લાંબો પત્ર પોસ્ટ કર્યો છે.
વિનેશ ફોગાટને એશિયન ગેમ્સમાં સીધો પ્રવેશ
વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ માટે ટ્રાયલ વિના સીધો પ્રવેશ મળ્યો હતો પરંતુ બાદમાં તેણે જાહેરાત કરી હતી કે તે ઘૂંટણની ઈજાને કારણે ટૂર્નામેન્ટ રમી શકશે નહીં. બજરંગ પુનિયા એશિયન ગેમ્સમાં પણ સામેલ હતો પરંતુ તે બ્રોન્ઝ મેડલ મેચમાં હારી ગયો હતો. બ્રિજભૂષણ સિંહ પર જાતીય સતામણીના આરોપો લગાવ્યા બાદ વિનેશ, સાક્ષી અને બજરંગ સહિતના કેટલાક કુસ્તીબાજોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બ્રિજભૂષણ સિંહ વિરૂધ રેસલરોનું આંદોલન
રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ આરોપો અંગે કેસ ચાલી રહ્યો છે. તે કોર્ટમાં છે. બરતરફ કરાયેલા પ્રમુખ સંજય સિંહે એક ઈન્ટરવ્યુમાં કુસ્તીબાજોના નિવેદનોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. સંજય સિંહે કહ્યું કે હું ફેડરેશનમાં સેક્રેટરી હતો, મારે બ્રિજ ભૂષણ સાથે કોઈ લેવાદેવા નથી. અમારા બંનેનો પ્રદેશ અલગ છે અને મારી જ્ઞાતિ પણ તેમનાથી અલગ છે. આ કારણે તેની સાથે નિકટતાના આરોપો સાવ ખોટા છે.


