By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    15 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રંગમાં ભંગ : મેળામાં રાઇડસનું બંધ કરાવતી પોલીસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રંગમાં ભંગ : મેળામાં રાઇડસનું બંધ કરાવતી પોલીસ

agragujaratnews
Last updated: 2024/08/23 at 8:23 PM
2 years ago
Share
રંગમાં ભંગ : મેળામાં રાઇડસનું બંધ કરાવતી પોલીસ
SHARE

SOPના અમલ વગર રાઇડસ સંચાલકોએ રાઇડસ ખડકી દેતા પોલીસ કાર્યવાહી

રાજકોટના રેસકોર્સમાં શનિવારથી શરૂ થતા લોકમેળામાં સરકારના એસ.ઓ.પી. મુજબના સિમેન્ટ-કોંક્રિટના ફાઉન્ડેશન સાથે જ રાઇડસ ઉભી કરવાનો નિયમ હોવા છતાં રાઇડસના ખાનગી કોન્ટ્રાક્ટરને હજુ સુધી સતાવાર રીતે એલોટમેન્ટ લેટર(પરમીશન) ન મળતા કોન્ટ્રાક્ટરે હાઇકોર્ટના પગથિયા ચડ્યા છે. આજે ગુરુવારે બપોર પછી સુનાવણી થવાની હતી. પરંતુ તેમા મુદત પડતા હવે આજે શુક્રવારે બપોરે ૧૨ વાગ્યા આસપાસ સુનાવણી રાખવામા આવી છે. એ પૂર્વે જે મોટી રાઇડસના ફીટીંગ હજુ અધુરા છે એ તમામ રાઇડસના બાકીના કામ ગઇકાલથી જ બંધ કરાવી દેવાની ફરજ લોક મેળા સમિતીને પડી છે. કોર્ટના હુકમને અનુસરીશુ તેમ કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યુ હતુ.

બીજીબાજુ લોકમેળો શરૂ થવા આડે ચોવીસ કલાક જ બાકી છે ત્યા આ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. શનિવારે બપોરે ૪ વાગ્યે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે ઉદઘાટન રાખવામા આવ્યુ છે એ પૂર્વે જ રાઇડસ કોન્ટ્રક્ટરે અદાલતનો દરવાજો ખટખટાવતા હવે કોર્ટ સુનાવણીમાં શું કહે છે એ જોવાનું રહ્યુ. જો કોર્ટ એમ કહે કે વિશાળ જનહિત માટે સરકારના નવા એસ.ઓ.પી. મુજબ જ ફાઉન્ડેશન સાથે રાઇડસ ઉભી કરવાની રહેશે તો હાલમાં આવા કોઇ ફાઉન્ડેશન વગર માત્ર લાકડાના ડટ્ટા પર જ માચડો ઉભો થઇ ગયો છે તો તેનું શું થશે? તૈયાર થઇ ગયેલા ફજતફાડકાના ચકરડા ચાલશે કે પછી યથાસ્થિતિએ જ શોભાના ગાંઠિયાની જેમ બંધ પડ્યા રહેશે એ જોવાનું રહ્યુ. અહીં લોકમેળા સમિતિના અધ્યક્ષ કલેકટર પ્રભવ જોષીની હાલત પણ સાપે છંછૂદર ગળ્યા જેવી થઇ ગઇ છે.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એસઓપી અમલી બનાવવામાં આવી છે. જેમાં રાઇડ્સ માટે ફાઉન્ડેશન ઉપરાંત સોઇલ રીપોર્ટ-એનડીટી રીપોર્ટ ફરજીયાત કરી દેવામાં આવેલ છે. જેની સામે વર્ષોથી રાઇડસ માટે આવતા ધંધાર્થીઓએ આ વખતે લોકમેળાનો બહિષ્કાર કરતા ખાનગી લોકમેળાના કોન્ટ્રાક્ટર દશરથસિંહ વાળાને ૧ કરોડ ૨૭ લાખમા રાઇડસનો કોન્ટ્રાક્ટ અપાયો છે. દશરથસિંહ વાળાએ એવો દાવો કર્યો છે કે, રાઇડ્સ માટે જમીનનો સોઇલ રીપોર્ટ જો પોઝીટીવ તો ફાઉન્ડેશનની આવશ્યકતા રહેતી નથી. આ અંગેનો સરકારની એસઓપી (ગાઇડ લાઇન)માં પણ ઉલ્લેખ કરાયો છે. તો બીજીબાજુ માર્ગ-મકાન વિભાગ દ્વારા આ મામલે તેઓને રાઇડ્સ માટે ફાઉન્ડેશનની વારંવાર ફરજ પાડવામાં આવતી હોય તેઓએ આ પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી છે. જે અંગે ગઇકાલે ગુરુવારે બપોરના હાઇકોર્ટ દ્વારા અરજન્ટ સુનાવણી રાખવામા આવી હતી. પરંતુ તેમા મુદત પડતા બીજા  દિવસે આજે શુક્રવારે બપોરે ફાઇનલ સુનાવણી રાખવામા આવી હતી. રાઇડ્સના સંચાલક દશરથસિંહ વાળાના પાર્ટનર વિરેન્દ્રસિંહ ગોહિલ આ સુનાવણી માટે ગુજરાત હાઇકોર્ટમાં ગયા છે.

દરમિયાન એ પૂર્વે મામલો કોર્ટમાં જતાની સાથે જ કલેકટરે જે મોટી રાઇડસના ફીટીંગનુ઼ કામ જેટલુ બાકી છે એ તાત્કાલિક અસરથી જ બંધ રખાવી દીધુ છે. કલેકટર પ્રભવ જોષીએ કહ્યુ હતુ કે, હાઇકોટૃના હુકમને અનુસરીશુ.

શહેરના અન્ય ખાનગી મેળાના સંચાલકો પણ પક્ષકાર તરીકે જોડાયા

રેસકોર્સમાં સરકારી તંત્ર આયોજિત લોકમેળા ઉપરાંત અન્ય સાત જગ્યાએ લોકમેળો યોજાવાનો છે. જો કે તેને હજુ ફાયર એન.ઓ.સી. કે પરમીશન હજુ સુધી આપવામા આવી નથી. ત્યા પણ જમીનના સોઇલ ટેસ્ટ રીપોર્ટ, ફાઉન્ડેશનનો જ વિવાદ લાગુ પડે જ જેને લઇને કલેકટર કે પોલીસ તંત્ર આ સળગતો ઇશ્યુ હજુ સુધી હાથમાં લેવા માગતા નથી. ખાનગી લોકમેળામાં પણ રાઇડસના માચડા ખડકાઇ ચુક્યા છે. એમછતા પરમીશન ન મળતા સરકારી લોકમેળાના કોન્ટ્રાક્ટર સાથે હાઇકોર્ટમાં દાખલ થયેલી રીટ પીટીશનમાં પક્ષકાર તરીકે જોડાયા છે.

અમને પ્લોટ જ મોડો ફાળવ્યો, : દશરથસિંહ વાળા (કોન્ટ્રાકટર)

રાઇડ્સ સંચાલક દશરથસિંહ વાળાની દલિલ એવી છે કે, ધરોહર લોકમેળા માટે તેઓને રાઇડ્સ માટેના પ્લોટ ખુબ જ મોડો સોંપવામાં આવેલ છે. રાઇડ્સ માટે જો ફાઉન્ડેશન કરાવવું હોય તો આ પ્લોટનો કબ્જો વહીવટીતંત્રએ તેઓને 15 દિવસ પહેલા સોંપી આપવો જોઇએ. સરકારના એસ.ઓ.પી. મુજબ ચોક્કસ ઉંડાઇનો ખાડો ખોદવો, તેમા સિમેન્ટ-કોંક્રિટની ભરતી સાથે રાઇડસના પાયા નાખવા સહિતના કામ ટૂંકાગાળામાં થઇ જ ન શકે.

You Might Also Like

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
રાજકોટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Editor By Editor 6 days ago
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?