24 કલાકની મહેનત પછી મજુર કાળા મીઠાને તૈયાર કરે છે
મીઠા વગર કોઈપણ રસોઈમાં ટેસ્ટ આવતો નથી, એટલે તેનું બીજી નામ સબરસ છે
Updated: Nov 2nd, 2023
Image Social Media |
તા. 2 નવેમ્બર 2023, ગુરુવાર
kala namak: રસોઈમાં મીઠાનું એક અલગ જ મહત્વ રહેલું છે, જો રસોઈને ટેસ્ટફુલ બનાવવી હોય તો મીઠાનો ઉપયોગ જરુરી છે. મીઠા વગર કોઈપણ રસોઈમાં ટેસ્ટ આવતો નથી, એટલે તેનું બીજી નામ સબરસ છે. તેથી ભલેને તમે તમારા ભોજનમાં ગમે તેવા મસાલા નાખ્યા હશે, પરંતુ જો મીઠું નહીં હોય તો કોઈ જ સ્વાદ નહી આવે. તમે મીઠું બનતા તો ઘણીવાર જોયુ હશે, પરંતુ શું તમે કાળું મીઠું બનતા જોયું છે ? જુઓ કઈ રીતે કાળું મીઠું બનાવવામાં આવે છે તેની આખી પ્રોસેસ આ વીડિયોમાં જોઈ શકાય છે.
24 કલાકની મહેનત પછી મજુર કાળા મીઠાને તૈયાર કરે છે
અત્યારે માર્કેટમાં કેટલીયે જાતના નમક મળે છે. સફેદ મીઠુંથી લઈને પિંક, હિમાલયનું પહાડી મીઠું પણ મળે છે. પરંતુ વર્ષોથી આપણે સલાડ કે ફ્રુટમાં કાળું મીઠું જ નાખતા હોઈએ છીએ. જોકે ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે, આખરે કાળું મીઠું કઈ રીતે બનતું હોય છે. સ્વાદમાં તો તે ખૂબ જ સરસ હોય છે. પરંતુ તેને બનાવવાની પ્રોસેસ ખૂબ જ લાંબી, ખતરનાક અને રિસ્કી હોય છે. 24 કલાકની મહેનત પછી મજુર કાળા મીઠાને તૈયાર કરે છે.
આગની ભઠ્ઠીમાં તૈયાર થાય છે આ કાળું મીઠું
હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમા કાળું મીઠું બનાવવાની પ્રક્રિયા બતાવવામાં આવી છે. અત્યાર સુધી ખબર જ નહોતી કે કાળું મીઠું કઈ રીતે બને છે, ખરેખર આજે ખબર પડી, આ વીડિયો દ્વારા ખ્યાલ આવ્યો કે આ રીતે બને છે કાળું મીઠું. આમા નોર્મલ સોલ્ટને ભઠ્ઠીમાં 24 કલાક સુધી તપાવવામાં આવે છે, આ દરમ્યાન તેનું તાપમાન એટલું વધારે હોય છે કે, જો કોઈ માણસ તેને અડી જાય તો તેનુ પરિણામ ગંભીર આવી શકે. 24 કલાક ભઠ્ઠીમાં તપ્યા પછી સોલ્ટને બહાર કાઢવામાં આવે છે.