જ્યારે તમે દરિયામાં બોટિંગ કરી રહ્યા હોવ.. અને જો આસપાસ વ્હેલ માછલી જુઓ તો ? આમ તો વ્હેલ જોઇને ખુશી થાય પણ દૂર હોય તો. પણ જો વ્હેલ નજીક આવે તો.. સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ બની શકે. ત્યારે સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં વિશાળકાય વ્હેલ નાવ સહિત એક યુવકને ગળી જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે…
પિતાએ બનાવ્યો વીડિયો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે થોડીક સેકન્ડોમાં જ તેને કોઈ નુકસાન કર્યા વિના જ પાછો દરિયામાં બહાર વ્હેલ છોડી મૂકે છે. આ ઘટના ચિલીના પેટાગોનિયામાં બની હતી. વ્હેલ સાથે યુવકનો આ ખતરનાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે વ્હેલ બોટ સહિત યુવાનને ગળી રહી હતી. તે સમયે તેના પિતા પણ થોડે દૂર બીજી હોડીમાં હતા. તેણે તરત જ આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.
બોટ સહિત યુવકને ગળી ગઇ વ્હેલ
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, એડ્રિયન સિમાન્કાસ તેના પિતા ડેલ સાથે મેગેલન સ્ટ્રેટ નજીક બાહિયા એલ એગુઇલામાં બોટિંગ કરી રહ્યો હતો. પછી એક વિશાળ વ્હેલ તેમની હોડી નીચે આવી ગઈ અને થોડી જ સેકન્ડોમાં બોટ સહિત તેને ગળી ગઇ.
પિતાએ ઘટનાનો વીડિયો બનાવ્યો
આ દરમિયાન એડ્રિયનના પિતા ડેલ થોડે દૂર બીજી બોટ પર હતા. તેઓ પુત્રને બૂમો પાડતા હતા. તેને શાંત રહેવા વિનંતી કરી અને આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. જ્યારે વ્હેલ યુવાન અને તેની હોડીને પોતાના જડબામાં લઈ રહી હતી, ત્યારે તેના પિતા બૂમો પાડી રહ્યા હતા કે શાંત રહો, શાંત રહો. તેણે એડ્રિયનને ખાતરી આપી કે કંઈ થશે નહીં. આ પછી, વ્હેલ માછલીએ તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના થોડીક સેકન્ડો પછી દરિયામાં છોડી દીધો હતો.