12 મેના રોજ વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી. તે હવે ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં ભાગ લેશે નહીં. વિરાટે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયાને પોતાની નિવૃત્તિનો સંદેશ આપ્યો હતો. હવે નિવૃત્તિ પછી, વિરાટ કોહલીએ પ્રેમાનંદ મહારાજ સાથે ખાસ વાતચીત કરી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વિરાટ કોહલી અને પ્રેમાનંદ મહારાજની વાતચીત
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચ્યા. આ સમય દરમિયાન તેને પ્રેમાનંદજી મહારાજ સાથે વાત કરી. વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તાજેતરમાં પ્રેમાનંદ મહારાજને મળવા માટે શ્રી રાધાકેલીકુંજ આશ્રમની મુલાકાતે ગયા હતા. બંને લગભગ ત્રણ કલાક ત્યાં રહ્યા.
આ દરમિયાન પ્રેમાનંદ મહારાજે કોહલીને પૂછ્યું, “તમે ખુશ છો?” કોહલીએ સ્મિત સાથે “હા” જવાબ આપ્યો. આ પછી, મહારાજજીએ વિરાટ અને અનુષ્કા સાથે લાંબા સમય સુધી વાત કરી. કોહલી આખો સમય મહારાજજીને ધ્યાનથી સાંભળતો રહ્યો. મહારાજને મળ્યા પછી, વિરાટ અને અનુષ્કાના ચહેરા પર ખુશી અને સંતોષ સ્પષ્ટ જોવા મળી રહી હતી.
પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા વૃંદાવન જાય છે વિરાટ-અનુષ્કા
છેલ્લા કેટલાક વર્ષોમાં, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદ મહારાજને મળતા જોવા મળ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ વિરાટ, અનુષ્કા અને તેમના બાળક સાથે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા વૃંદાવન ગયા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
વિરાટ કોહલીએ તાજેતરમાં જ પોતાના 14 વર્ષના ભવ્ય ટેસ્ટ કરિયરને વિદાય આપી. તેને 123 ટેસ્ટ મેચોમાં 9230 રન બનાવ્યા, જેમાં 30 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે.
અનુષ્કાએ વિરાટના કર્યા વખાણ
અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથેનો એક ફોટો શેર કર્યો છે. જેમાં વિરાટ ટેસ્ટ ક્રિકેટ મેચના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે અને અનુષ્કા શર્માએ પણ વ્હાઈટ ડ્રેસ પહેર્યો છે. અનુષ્કાએ લખ્યું છે કે તેઓ રેકોર્ડ્સ અને માઈલસ્ટોન્સ વિશે વાત કરશે, પણ મને તે આંસુ યાદ રહેશે જે તમે ક્યારેય બતાવ્યા નહીં, તે સંઘર્ષ જે કોઈએ જોયો નહીં, અને રમતના આ ફોર્મેટને તમે આપેલો અતૂટ પ્રેમ. મને ખબર છે કે તમારી પાસેથી કેટલું બધું છીનવાઈ ગયું છે. દરેક ટેસ્ટ સિરીઝ પછી, તમે થોડા સમજદાર, થોડા નમ્ર પાછા આવો છો – અને તમને આ બધામાંથી આગળ વધતા જોવું એ એક પ્રિવેલજ રહ્યો છે.


