સોમવારે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને બધાને હેરાન કરી દીધા. નિવૃત્તિ પછી, વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મંગળવારે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા વૃંદાવન પહોંચ્યા. આ દરમિયાન કોહલી અને અનુષ્કા બંનેએ હાથમાં ઈલેક્ટ્રોનિક રિંગ પહેરી હતી, જે ચર્ચાનો વિષય બની હતી.
વિરાટ-અનુષ્કાએ પહેરી ઈલેક્ટ્રોનિક રિંગ
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પિંક રંગની ઈલેક્ટ્રોનિક રિંગ્સ પહેરી હતી. તેને ડિજિટલ ટેલી ઈલેક્ટ્રોનિક ફિંગર ક્લિકર રિંગ કહેવામાં આવે છે. જ્યારે કોહલી ત્યાં બેસીને પ્રેમાનંદજી સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે આ વીંટી તેના હાથમાં દેખાઈ.
ગણતરી માટે થાય છે ડિજિટલ ટેલી કાઉન્ટરનો ઉપયોગ
આ ડિજિટલ ટેલી કાઉન્ટરનો ઉપયોગ ગણતરી માટે થાય છે. ભગવાનના નામનો જાપ કરનારાઓ દ્વારા પણ તેનો ઉપયોગ થાય છે. આ સાથે તેઓ ગણતરી કરે છે કે તેમને અત્યાર સુધી કેટલી વાર ભગવાનનું નામ લીધું છે.
વિરાટ કોહલી અને અનુષ્કા જે ઈલેક્ટ્રોનિક રિંગનો ઉપયોગ કરી રહ્યા છે તેની કિંમત વિશે વાત કરીએ, તો તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. મીડિયા રિપોર્ટ્સમાં તેની કિંમત અલગ અલગ રીતે જણાવવામાં આવી રહી છે. આ ડિવાઈઝની અંદાજિત કિંમત 1500-2000 રૂપિયા છે.
પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા વૃંદાવન જાય છે વિરાટ-અનુષ્કા
વિરાટ કોહલી અને અનુષ્કા પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે ઘણી વખત વૃંદાવનની મુલાકાત લઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે કોહલી હવે ફક્ત ODI ક્રિકેટ રમતો જોવા મળશે. તેને ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટ પહેલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
વિરાટ કોહલીનું ટેસ્ટ કારકિર્દી શાનદાર રહી છે. તેને ભારત માટે 123 ટેસ્ટ મેચ રમી છે અને 46.85 ની એવરેજથી 9230 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેને 31 અડધી સદી અને 30 સદી ફટકારી છે. આમાં 7 બેવડી સદીનો પણ સમાવેશ થાય છે.


