વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 10 વર્ષથી વધુ સમયથી સાથે છે અને લગ્ન જીવનને 7 વર્ષથી વધુનો સમય થયો છે. બંનેને પાવર કપલ ગણવામાં આવે છે. હાલ સોશિયલ મીડિયા પર એક અલગ જ ચર્ચા ચાલી રહી છે. જેમાં વિરાટ અને અનુષ્કા વિશે તેમના નજીક મિત્ર ડી વિલિયર્સે એવું નિવેદન આપ્યુ જેના કારણે ચર્ચાઓ શરુ થઇ છે.
ડી વિલિયર્સના નિવેદનમાં વળાંક
વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા વર્ષ 2014ની આસપાસથી તેમના સંબંધો માટે ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા. લગ્ન પહેલા અને લગ્ન બાદ તેઓ હમેંશા ચર્ચાઓથી ઘેરાયેલા જ રહે છે. શરુઆતમાં તેઓ પરિવાર સાથે સાથે ઇંગ્લેન્ડમાં સ્થાયી થવાના હતા. પરંતુ ઘણી વખત અનુષ્કાને કોહલીના પ્રદર્શન અથવા તેના નિર્ણયો માટે દોષી ઠેરવવામાં આવે છે. પરંતુ હવે કોહલીના એક ખાસ મિત્ર એબી ડી વિલિયર્સે કહ્યું છે કે તે તેની પત્નીના દબાણ હેઠળ છે. પરંતુ ડી વિલિયર્સના આ નિવેદનમાં એક વળાંક છે.
ડી વિલિયર્સે કેમ કહ્યું કે કોહલી પર છે દબાણ ?
કિંગ કોહલીના નજીકના મિત્ર અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ એબી ડી વિલિયર્સે પણ કોહલી પર અનુષ્કાના દબાણ વિશે વાત કરી છે. ડી વિલિયર્સે આવું કહ્યું છે પરંતુ આનું કારણ ખરેખર કંઈક બીજું છે. ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે ડી વિલિયર્સને પૂછવામાં આવ્યું કે કયા ક્રિકેટરને સ્નીકર્સ ખૂબ ગમે છે. આના જવાબમાં ડી વિલિયર્સે સીધો વિરાટનું નામ લીધું. ડી વિલિયર્સે કહ્યું કે કોહલી હંમેશા સારા દેખાવાનું પસંદ કરે છે. IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે લાંબા સમય સુધી કોહલી સાથે રમી ચૂકેલા ડી વિલિયર્સે કહ્યું કે કોહલી દેખાડો કરતો નથી પણ તે તેની ફેશનને હળવાશથી લેતો નથી. અહીં ડી વિલિયર્સે મજાકમાં કહ્યું કે ફિલ્મ સ્ટાર પત્ની હોવાને કારણે વિરાટ પર સારા દેખાવાનું દબાણ છે પરંતુ તે તેને ખૂબ જ સારી રીતે સંભાળે છે.


